વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પરના વિલાના ક્લબ હાઉસમાં આવેલા સ્વિમિંગ પુલમાં ન્હાતી 8 મહિલાઓના વીડિયો ઉતારવાની ઘટનામાં મહિલા આયોગે ખુલાસો માંગ્યો છે.

મહિલા આયોગે ઘટનાને ગંભીરતાથી લીધી: ગોત્રી સેવાસી રોડ પરના વિલાના ક્લબ હાઉસમાં ન્હાતી મહિલાઓના આકાશ પટેલ નામના યુવાને વીડિયો ઉતારવાની ઘટનાને મહિલા આયોગે ગંભીરતાથી લીધી છે. આકાશ પટેલ પહેલાં માળની બાલ્કનીમાં શર્ટ કાઢી અર્ધનગ્ન અવસ્થામાં ઉભો રહી સ્વિમિંગ કોસ્યુમ પહેરેલી મહિલાઓનું મોબાઇલમાં ફોટા અને વીડિયો શૂટિંગ કરીને અશ્લિલ હરકતો કરતો હતો. ક્લબ મેનેજરે પણ વીડિયો શુટિંગ કરતાં આકાશનો વીડિયો ઉતારી લેતા આકાશ પટેલનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે મહિલાઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેને આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.