પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા તાલુકાના આખજ ગામે બે દેવી પૂજકો વચ્ચે બકરું મુકવા જવાના મામલે તકરાર થઇ હતી.તારો પતિ કેમ આમારું બકરું કેમ મુકવા આવેલ નથી તેમ કહીને મહિલાને ગાળો બોલી લાકડી ફટકારી ને મહિલાને ગડદા પાટુ નો માર મારતા લાઘણજ પોલીસ મથકે ફરિયાદ થઇ હતી.

આખજ ગામના દંતાણી નર્મદાબેન બાબુભાઈ ઉ.વ.૪૮ ને તેમના કોમના દંતાણી કનુભાઈ ગલાબભાઈ એ કહેલ કે તારો પતિ અમારું બકરું મુકવા કેમ આવેલ નથી તેમ કહીને ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા મામલો બીચકયો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને લાકડી માથામાં ફટકારી કાપડ ના ઉપરના ભાગે ઈજાઓ પહોચાડી હતી. તેમજ ગડદાપાટું નો માર મારતા પોલીસ ફરિયાદ થઇ હતી.ઈજાગ્રસ્ત નર્મદાબેન બાબુભાઈ દંતાણીએ કનુભાઈ ગલાલભાઈ દંતાણી રહે: આખજ વાદની વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી ની કાર્યવાહી કરી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.