પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: વિજાપુર તાલુકાના ધનપુરા ગામના રહીશ અગરસિંહ વેચાતસિંહ ની દીકરી નામેં રતુબા ઉ.વ.૩૩ ની વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની બે દીકરીયો સાથે ગામમાં રામજી મંદિરે ૨૫મિ ઓગસ્ટ નો રાત્રે ગરબા જોવા ગયા હતા. તે દરમીયાન ચાર ઇસામો એ મંદિરની બહાર બોલાવી અમારા ગામમાં કેમ આવ્યા છો તેમ કહીને મારા મારી કરી હતી. મારામારી દરમિયાન આરોપીઓએ ગડદા પાટુનો માર મારીને ફરિયાદીને માથામાં લોખંડની પાઈપથી ગંભીર ઈજાઓ કરી તથા ગડદા પાતું-લાકડી તથા પાઈપ વડે મારા મારતા મામલો પોલીસ દર્જ થયો હતો.

મારા મારી ની ઘટના માં ઈજાગ્રસ્ત રતુબા અગરસિંહ વેચાતસિંહ રહે : ધનપુરા એ ગામના રાઠોડ કાળુંસિંહ જેઠુંસિંહ રાઠોડ પૃથ્વીસિંહ અદેસિંહ રાઠોડ મહોબતસિંહ અદેસિંહ વિરુધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કાનૂની કાર્યવાહી કરી વધુ ત્ગપાસ હાથ ધરી છે.