આરોગ્યની ફરજ સાથે સામાજિક ઉમદા કાર્ય કરી પોતાનો પગાર સામાજિક સેવાઓમાં વાપરે છે

શેર કરવા અહીં ક્લિક કરો.
રવિનગર પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૫ ના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કર્યું

જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે ત્યારે રાધનપુરના આરોગ્ય કાર્યકર દ્વારા ચાવડા ચિરાગ એસ છેલ્લા કેટલાક વર્ષથી અલગ રીતે જન્મદિવસની ઉજવણી કરે છે અને બીજા લોકોને પ્રેરણાદાઈ છે આજકાલમાં જન્મદિવસની ઉજવણી મોટાભાગે લોકો હોટેલ માં કેક કાપીને કે પછી પાર્ટી મનાવતા હોય છે ત્યારે આરોગ્ય કાર્યકર દ્વારા પોતાની દીકરી મૈત્રી જેને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેઓ રાધનપુર તાલુકા ની રવિનગર પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૫ ના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી અગાઉ પણ એચઆઈવી ગ્રસ્ત બાળકો તેમજ ટી.બી.ના દર્દી સાથે આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી આવા અવારનવાર સામાજિક કાર્ય કરી વર્ષના અંત સુધી પોતાનો એક પગાર સામાજિક સેવાઓમાં વાપરે છે જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ગોતરકા મેડિકલઓફિસર ડોક્ટર કેતન ઠક્કર તેમજ આરોગ્ય કાર્યકર ચાવડા ચિરાગ એસ તેમની દીકરી મૈત્રી તેમજ રવિનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રહલાદભાઈ ભાઈ તન્ના તેમજ શાળા સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, આશા બહેનો આંગણવાડી કાર્યકર ભરત ભાઈ સિંધવ, ઈકબાલ ઘાંચી સરપંચ શ્રી તલાટી શ્રી ગ્રામજનોવગેરેની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી હાલની પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી યુવાનો વડીલો આર્થિક શારીરિક બરબાદી તરફ વળી રહ્યા છે ત્યારે એક ઉત્તમ દાખલો બેસાડયો છે જ્યારે આરોગ્યની ફરજ અને સેવા સાથે શિક્ષણ ક્ષેત્રે સેવા કરવાનો નવો રાહ લોકો ને બતાવ્યો છે.આમ સોશિયલ મીડિયાના માધ્યમથી બીજા લોકો પણ આવુ કાર્ય કરવા પ્રેરીત થાય છે.

તસ્વીર અહેવાલ દિલીપસિંહ જાડેજા શંખેશ્વર 

શેર કરવા અહીં ક્લિક કરો.