ગુજરાત તરફ આવેલું પાકિસ્તાન થી વિમાન જયપુર માં કેમ ઉતારાયું?

ગમ્યું તો આગળ શેર કરો.

    ભારતીય વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, “એક અજાણ્યું વિમાન ગુજરાતમાં બપોરે સવા ત્રણ વાગ્યે દાખલ થયું હતું.””વિમાને ઍર ટ્રાફિસ સર્વિસ(એટીએસ) દ્વારા નક્કી કરેલા રસ્તાનું પાલન ના કર્યું અને ભારતીય એજન્સીઓના રેડિયો કૉલ્સનો પણ જવાબ ના આપ્યો.”નિવેદન પ્રમાણે, જે રસ્તે આ વિમાન ભારતીય વાયુક્ષેત્રમાં દાખલ થયું હતું, એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.જે ભારતીય હવાઈક્ષેત્રમાં દાખલ થયા બાદ પણ પોતાની ઓળખ જાહેર કરી રહ્યું ન હતું.જ્યૉર્જિયાનું વિમાન An-12, 27 હજાર ફૂટની ઊંચાઈ પર હતું અને કોઈ પણ સંપર્કનો જવાબ આપી રહ્યું ન હતું.ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા તેને દબાણ કરતા જ્યૉર્જિયાના વિમાને તેમને સૂચિત કર્યાં કે તેણે કોઈ નિર્ધારિત શિડ્યૂલ વિના તિબલિસીથી ઊડાન ભરી હતી, જે કરાચીના રસ્તેથી દિલ્હી જઈ રહ્યું હતું. ભારતીય વાયુસેનાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે રાજસ્થાનના પાટનગર જયપુરમાં એક અજ્ઞાત ટ્રાન્સપૉર્ટ વિમાનને બળજબરીથી ઉતારવામાં આવ્યું છે. આ વિમાન કરાચીના રસ્તે દિલ્હી જઈ રહ્યું હતું.ભારતીય વાયુસેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિમાનની ઓળખ જ્યૉર્જિયાના વિમાનના રૂપમાં થઈ છે.

ગમ્યું તો આગળ શેર કરો.