વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે ભારતમાં ત્રણ રસી અંતિમ કસોટીના તબક્કામાં છે. જ્યારે આ રસી તૈયાર થાય છે, ત્યારે રસી આરોગ્યલક્ષી અને ફ્રન્ટલાઈન વર્કરો  અને વૃદ્ધ લોકોને આપવામાં આવશે. COVID-19 ની પરિસ્થિતિ પર તમામ પક્ષો સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતુ કે,  વેક્સીનની બધી જગ્યાએ ઉપલબ્ધતા સુનીચ્છીત કરાવા અને તેની કીમંત પર રાજ્યો સાથે વિચાર-વિમર્ષ ચાલી રહ્યો છે.

વડાપ્રધાને બધા પ્રમુખ દળો જેમાં 5 થી વધુ સાંસદો છે. જેમા 12 નેતાઓ સાથે મીટીંગમાં વેક્સીનને લઈ જાણકારી આપી હતી. મીટીંગમાં રાજ્ય સભામાં નેતા પ્રતીપક્ષ ગુલામ નબી આઝાદ,ટીમસી થી સુદીપ બંદોપાધ્યાય, એનસીપી ના શરદ પવાર, ટીઆરએસ ના નામા નાગેશ્વરરાવ, અને શીવશેનાના વિનાયક રાઉત સામેલ હતા.

આ પણ વાંચો – ઝાઈડસ બાયોટેક પાર્કમાં પીએમની સમીક્ષા મુલાકાત, ભીડ તેમને જોવા ઉમટી પડી

પીએમ મોદીએ હતુ કે કોરોના રસીના સ્ટોક અને રીઅલ-ટાઇમ માહિતી માટે એક વિશેષ સ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોવિડની રસીકરણ અભિયાન વ્યાપક હશે. આ અંગે કેટલીક અફવાઓ પણ ફેલાય છે. તમામ રાજકીય પક્ષોએ લોકોને આ વિશે જાગૃત કરવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે નિષ્ણાંતના જણાવ્યા મુજબ કોવિડની રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. વૈજ્ઞાનીકો લીલી ઝંડી આપતાની સાથે જ ભારતમાં રસીકરણ શરૂ કરવામાં આવશે.

પીએમ મોદીએ કોવિડ રસીની કીમંત અંગે સ્પષ્ટ કંઇ કહ્યું નથી, પરંતુ સંકેત આપ્યો હતો કે તેમાં સબસિડી મળશે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો રસીની કીમંત પર ચર્ચા કરી રહી છે. આમાં રાજ્ય સરકારોની મહત્વની ભૂમિકા હશે.

Contribute Your Support by Sharing this News: