અબ એસી મીડીયા કા ક્યા કરે?

શેર કરવા અહીં ક્લિક કરો.

અમે જે મુંબઈની  D-GANG ઉપરના પીક્ચરો જોઈ મોટા થયા,D-GANG ના સુટર્સો હવે એવા નથી રહ્યા!મતલબ કે ગેંગ પ્રત્યેની વફાદારી જેવુ પણ કંઈક હોય છે યાર!!

અને જ્યારે કોઈ મોટા વ્યક્તિને મારવાનો હોય ત્યારે તો પ્લાન પણ ફુલ પ્રુફ જોઈયે.

આ પ્લાનીંગમાં ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડતી હોય છે. જેમકે મકસદને અંજામ મળે કે ના મળે પણ પોતે પોલીસના હાથમાં નથી આવવાનુ અને આવી જાવ તો તમારા સંગઠનનુ નામ તો બીલકુલ નથી બકવાનુ જ્યાં સુધી પોલીસ તમને કસ્ટડીમાં થર્ડ ડીગ્રી ટોર્ચર ન કરે, એટલીસ ત્યા સુધી જે ચુપ રહે એને જ તો કહેવાય સુટર.

પણ જોવો ને અત્યારના સુટર્સોને બીલકુલ ભરોષાપાત્ર નથી રહ્યા!!

તારીખ 19 ઓગસ્ટ 2020, સ્થળ-વિનસ હોટેલ અમદાવાદ થી એક ખબર આવી કે મુંબઈનો એક શાર્પ સુટર પકડાયો છે, એને પકડવા ગુજરાતની પોલીસ અને એટીએસ બન્નેએ સાથે મળી સુટરને જીવતો પકડી પાડ્યો હોવાનુ સામે આવ્યુ અને પોલીસ દ્વારા કહેવાયુ કે આ ધરપકડથી બચવા તેને અમારી સામે ફાઈરીંગ પણ કર્યુ હતુ પરંતુ અમે તેને ઘેરીને પકડી પાડ્યો અને આ ફાઈરીંગમાં કોઈને ઈજા થઈ નથી.

આ ઘટના દરેક વિવેકશીલ પ્રાણીમાં શક પેદા કરે એવી છે કેમ કે આ ધરપકડના બે ત્રણ કલ્લાકોમા જ પોલીસ થી જાણવા મળે છે કે આ આરોપીઓએ એનો ગુનો સ્વીકારી લીધો છે જેમા એને સ્વીકાર્યુ છે કે, એ “D-GANGનો” માણસ છે અને તે અહી સત્તારૂઢ પાર્ટીના નેતા ગોરધન ઝડપીયાને મારવા આવ્યો હતો.

આ ખબર પોલીસે મીડીયાને આપતા જ મેઈનસ્ટ્રીમ મીડીયાએ કોઈ પણ ક્રોસ ચેકીંગ કર્યા વગર જે પોલીસે પ્રેસનોટ આપી એમ બેઠુ પ્રસારીત કરવા લાગ્યા(સીવાય ગુજરાત સમાચાર). અને આખા દિવસમાં લોકોની રીયલ સમષ્યાને એક માળીયે ચડાવી કેટલાય કલ્લાકો સુધી આ ખબરને પ્રસારીત કરી, આ ખબર એવી રીતે ચલાવલામાં આવી હતી કે લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ ઉભો થઈ ગયો. આ બાબતનુ રીપોર્ટીંગ એવી રીતે કર્યુ કે તમને XYZ ઉપર સહાનુભુતીની લાગણી ઉભી થઈ જાય એવો માહોલ બનાવી દીધો હતો.

મારે કોઈ ચેનલ કે પત્રકારના નામ નથી લેવા પણ તમે જેની ઉપર વિશ્વાષ મુકો છો અને માનો છો કે આ પત્રકારમાં દમ છે આની ચેનલ સત્ય સાથે ઉભી રહેવાનુ પસંદ કરે છે એમાની એક પણ ચેનલે આ કામ કરવાનુ ન હતુ છોડ્યુ, સીવાય ગુજરાત સમાચાર-(GSTV).

એક જાગ્રુત અને વિવેકશીલ નાગરીક તરીકે વિચારો તો અનેક સવાલ ક્રીએટ થાય કે ચલો એમ પણ માની લઈયે કે પોલીસે જેની ધરપકડ કરી છે એ અપરાધી હશે. પરંતુ પોલીસ એનો કોલર પકડી બે ત્રણ ધોલધપાટ કરી પુછે કે કોણ છે તુ? અને શુ કરવા આવ્યો છે?  ત્યારે એ અપરાધી એમ તરત જ સ્વીકારી લે કે હુ “D-GANG નો” આદમી છુ અને અહીયા ગોરધન ઝડપીયાને મારવા આવ્યો હતો. કોઇ પણ પ્રોફેશનલ સુટર આટલી આસાનીથી તેના પ્લાનને પોલીસ સમક્ષ ડીસક્લોઝ કરી દે ખરો? આ વાતમાં ઘણાને દમ નથી લાગતો,મને પણ નહી.

હમણાથી ગુજરાતી ન્યુઝ ચેનલના એક બે એન્કર દાવો કરી રહ્યા છે કે અમે લડીશુ અન્યાય,અસત્યની સામે. અમારા માં તાકાત છે સરકારની આંખ માં આંખ નાખી સવાલો કરવાની. આવી રીતે લડશો? આટલી તાકાત છે? જે પત્રકાર લડવાની વાતો અને દેખાવ કરી રહ્યા છે એ ચેનલના એટલા ઉચ્ચ હોદ્દા ઉપર છે કે ઈચ્છે તો આવી ખબરની માલીસ કરી શકે પણ તે એવુ ક્યારેય નથી કરતા.

જે કાયદેસર ખોળામાં બેસી ગયા છે એમની વાત જ શુ કરવા કરવી પણ જે દાવાઓ કરે છે એમનુ તો  મુલ્યાંકન થવુ જ જોઈયે કે કેટલા ઉંડા પાણી છે?

ઓગસ્ટ મહીનામાં જ do you regret at all, all the lying you’ve done to the American people?” આવુ ટ્રમ્પના મોઢા ઉપર હફીન્ગટન પોસ્ટના સીનીયર રીપોર્ટરે ચોપડાવી દીધુ, અને જ્યારે ટ્રમ્પે પુછ્યુ કે કોણે જુઠુ બોલ્યુ ત્યારે વળતા એ પત્રકાર પાછો એમ કહે છે કે YOU HAVE DONE આટલી હીમ્મત અહીયા અમને જોવા જ નથી મળતી, આંખો તરસી રહી છે આવા સવાલો સાંભળવા માટે.

એવુ નથી કે ભારતમાં કોઈ એવા પત્રકારો નથી વધ્યા કે જે આવા સવાલ કરી શકે, એવા પત્રકારો છે પણ એવાઓને ઈન્ટરર્યુ મળે જ ક્યા છે. જેને મળે છે, એ લોકો એમ પુછી ને ઉભા રહે છે કે આપકી સુંદરતા કા રાજ ક્યા હૈ?

રવીશ,પુન્ય પ્રસુન,આરફા જેવા પત્રકારો ટાઈપ સીરીયસ જર્નાલીઝમની માંગ અહીના આજના ગુજરાતી પત્રકારો ઉપર રાખવી એ બ્લન્ડર સમાન ગણાશે અને એ પણ હિસ્ટોરીક બ્લન્ડર.

આ માંગ સાયદ એવી હશે કે વેણુગોપાલ રાવને કહેવામાં આવે કે તારે કોહલી જેવુ રમવુ જ પડશે !!!

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.