file photo

ગુજરાતની કોરોનાની સ્થિતી અંગે સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રીપોર્ટ માંગ્યો છે. ગુજરાતમાં વધી રહેલા કેસોના કારણે સુુપ્રમ કોર્ટે આ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત સીવાય મહારાષ્ટ્ર,આસામ અને દિલ્લી એમ અન્ય ત્રણ રાજ્યો પાસે પણ સ્ટેટસ રીપોર્ટ મંગાવ્યો છે.સુપ્રીમ કોર્ટેની ફટકાર ઉપર અર્જુન મોઢવાડીયાએ પણ ગુજરાત સરકાર ઉપર ટ્વીટ કરી હુમલો કર્યો હતો.

કોરોના મહામારીમાં વધતા કેસ છતાં રાજ્યમાં સમારોહ, લગ્ન અને કાર્યક્રમોને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. જસ્ટિસ એમ આર શાહે કહ્યું કે, દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. તમારી  કોર્ટે કહ્યું કે, ગુજરાત સહીત 4 રાજ્યોમાં સ્થિતિ સૌથી ખરાબ છે. બેદરકારીને કારણે કોરાના મહામારી વધી છે. આગામી સુનાવણી શુક્રવાર 27 નવેમ્બરે થશે.

રાજ્ય સરકારે કોરોનાની લડાઈમાં સુચક પગલા ના ભરતા સુપ્રમી કોર્ટે ફટકાર લગાવી હતી. રાજ્ય સરકાર કોરોના અંગે કોઈ ગંભીરતા ના લેતી હોય કોર્ટે ફટકાર લગાવી હતી. આ મામલે વિપક્ષના નેતા અર્જુન મોઢવાડીયા સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યુ હતુ કે આ સરકાર કોરોનાને લઈ ગૈરજવાબદાર રીતે વર્તણુક કરી રહી છે.

ગુજરાતમાં ડીસેમ્બર મહિનામાં સ્થિતી અત્યંત ગંભરી બની શકે છે એવી ચેતવણી પણ અપાઈ છે. ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં વિજય રૂપાણી સરકારે અમદાવાદમાં 60 કલાકનો કર્ફ્યુ લાગુ કર્યો હતો. આ ઉપરાંત રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવદ, રાજકોટ, સુરત અને વડોદરામાં નાઈટ કરફ્યું લાગુ કરાયો છે.

 

Contribute Your Support by Sharing this News: