સુંદરગઢ, કેન્દુજુર, મયુરભંજ, બાલેશ્વર, ઢેંકાનાલ, અનુગુલ, દેવગઢ, સોનપુર, બૌદ્ધ, બાલનગીર, કંધમાલ અને સંબલપુર જેવા જિલ્લાઓમાં 30 થી 40 કિ.મી. પવન એક કલાકની ગતિએ આગળ વધી શકે છે. 12 માર્ચે ધેનકાનાલ, જાજપુર, મયુરભંજ, કટક અને કેન્દ્રપાડા જિલ્લામાં એક કે બે સ્થળે ભારે વરસાદ પડી શકે છે. આ સાથે બાલનગીર, બારગઢ, સોનપુર, બૌદ્ધ, અંગુલ, કંધમાલ, કેન્દુજુર, મયુરભંજ, કંધમાલ, ખુર્દા, નયાગઢ, જાજપુર, ભદ્રક, બલેશ્વર અને કેન્દ્રાપડા જિલ્લામાં બે સ્થળોએ વીજળી પડવાની સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.

કેટલાક વિસ્તારોમાં વાતાવરણ રહેશે સારુંઆ તરફ 13 માર્ચના રોજ સુંદરગઢ, કેન્દુઝર, મયૂરભંજ, દેવગઢ, બાલેશ્વર વગેરે જિલ્લામાં એક-બે જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સાથે વીજળી પડવાની સંભાવના છે. ઉત્તર ઓડિસાના બાકી જિલ્લા કંધમાલ, ખુર્દા, નયાગઢ, કાલાહાંડી, બલાંગીર વગેરે જિલ્લામાં આકાશ સાફ રહેશે. ગજપતિ, ગંજામ, સુંદરગઢ, કેન્દુઝર, મયૂરભંજ તથા કંધમાલ વગેરે જિલ્લામાં એક-બે જગ્યાએ વીજળી પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરી આગાહીઆ તરફ 14 માર્ચના રોજ અભ્યાન્તરીણ ઓડિશા જિલ્લામાં તથા ગજપતિ, ગંજામ, કોરાપુટ, કંધમાલ વગેરે જિલ્લામાં અમુક સ્થળે મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગ તરફથી. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે આજે જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. તો આવતીકાલથી તાપમાન સામાન્ય થશે અને 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે.