ગરવીતાકાત વાંકાનેર: વાંકાનેર પંથકમાં અવાર નવાર હત્યા લુંટ, દુષ્કર્મ, જેવા ગંભીર બનવો બની રહ્યા છે ત્યારે હવે વધુ એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.

વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર ઝુંપડપટ્ટીમાં રહેતો આદિવાસી પરિવાર વાયુ વાવાઝોડાની સંભાવનાને પગલે તેમના શેઠના ગોકુલનગર સોસાયટીમાં આવેલા મકાનમાં રહેવા ગયો હતો. જ્યાં ગત સાંજે 6 કલાકે મકાનના ઉપરના માળે રૂમમાં એકલતાનો લાભ લઈને આરોપી માલુ દીપુભાઈ ડામોર દ્વારા ૧૪ વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હતો. બાદમાં પીડીતાનો ભાઈ આવી જતા આરોપી મકાનની બહાર કુદકો મારી ભાગી ગયો હતો. આ અંગે પીડિતાના ભાઈએ પોલીસ ફરિયાદ નોધવતા ફરાર આરોપીને ઝડપી લેવા વાંકાનેર પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.