ગરવી તાકાત,વિસનગર

વિસનગરના શીટી વિસ્તારમાં એક્સેસ સ્કુટર ઉપર એક દંપતી એમ.એન. કોલેજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે I20 ના કાર ચાલકે કારનુ પડખુ સ્કુટરમાં પાછળ બેઠેલી મહિલાને અથડાવતા તેમને કારને ઉભી રાખવાનુ જણાવતા, કાર ચાલકે નીચે ઉતરી દંપતીને બેઝ બોલ ના સ્ટીક વડે મારપીટ કરી હતી.

આ પણ વાંચો – ખેતરની સીમમાં સગીરાને એકલી જોઈ બળાત્કારની કોશીસ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ

આ કેસની વિગત એવી છે કે વિસનગર શહેરના પાયલબેન તેમના પતી સાથે તેમના એક્સેસમાં એમ.એન.કોલેજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે GJ-2-DJ-6064 નંબરની I20 કાર ચાલક રોડ ઉપર આડેધડ ડ઼્રાઈવીંગ કરતા તેમના પગના ભાગે કારનુ પડખુ અથડાયુ હતુ. જેથી તેમનુ સ્કુટર રોડ ઉપર અસ્થીર થઈ જતા તેમનો મોટ્ટો અકસ્માત થતા થતા રહી ગયો હતો. જેથી તેમને કાર ચાલકને ઉભા રાખી કાર ચાલકને ઠપકો આપતા કહ્યુ હતુ કે તમે વાહન ધ્યાનથી કેમ ચલાવતા નથી,  વાત સાંભળી કારમાંથી બે શખ્સોએ નીચે ઉતરી પાયલબેન અને તેમના પતીને ગાળો બોલવા લાગ્યા હતા અને મારી ગાડી છે મારી મરજી હોય એમ ચલાવુ તારે શુ લેવા દેવા એમ કહી તેમને ગાડીમાંથી બેઝબોલ ની સ્ટીક કાઢી પાયલબેનના પતી દર્શનભાઈને મારવા લાગ્યા જ્યારે તેમના પતી છોડાવા વચ્ચે પડ્યા ત્યારે બે શખ્સોએ તેમને છાતીથી પકડી શારીરીક અડપલા કર્યા હતા,આ ઝઘડાનુ સ્વરૂપ મોટુ થઈ જતા કાર ચાલકે તેની કમરમાંથી છરી કાઢી હુમલો કરવાની કોશીષ કરી હતી પરંતુ પાયલબેનના પતી ખસી જતા તે બચી ગયા હતા બાદમાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા બન્ને જણા ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ

આ મારપીટ અને શારીરીક અડપલા ની ફરિયાદ અંગે વિસનગર પોલીસે I20 કાર જેનો નંબર  GJ-2-DJ-6064  હતો માંથી ઉતરી મારપીટ કરનાર ગણપતી અને વિક્રમજી નામના શખ્સો વિરૂધ્ધ આઈ.પી.સી ની કલમ 354,323,504,114,506(2) મુજબ ફરિયાદ દાખલ કરી હતી.

Contribute Your Support by Sharing this News: