વર્લ્ડકપમાં આજે સાઉથ આફ્રિકા સામે શરૂઆત કરનાર ટીમ ઇન્ડિયા આ મેચ જ નહીં પરંતુ વર્લ્ડ કપ જીતવા પણ કટીબદ્ધ છે.વિરાટ કોહલીએ કહ્યું કે,અમને ફરક નથી પડતો કે સામેની ટીમ સાથે અમે પહેલા રમ્યા છે કે નહીં. અમારુ ફોકસ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર રહેશે.અમે કપ જીતવા માટે કૃતનિશ્ચયી છીએ.વિરાટ કોહલીએ કહ્યું કે, તેની ટીમ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમથી પણ ઉત્તમ ટીમ છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં અમે સારુ પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં અમને ઉત્તમ ટીમે હરાવ્યા હતાં. આ હાર પછી જ ટીમમાં જરુરી બદલાવ કરવામાં આવ્યા હતાં.

વિરાટે મેચ જીતવાના પ્લાનિંગ વિશે કહ્યું કે, વચ્ચેની ઓવરમાં વિકેટ લેવા માટે ટીમમાં રિસ્ટ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીમને વધારે સંતુલિત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.કોહલીએ કેદાર જાધવની ફિટનેસ વિશે જણાવ્યું કે હવે તે નેટ્સમાં બેટિંગ કરી રહ્યો છે અને આશરે ફિટ થઈ ચૂક્યો છે. ભારતીય કેપ્ટને કહ્યું કે જાધવ એક ઉપયોગી ખેલાડી છે અને ટીમમાં તેના હોવાથી સંતુલન થાય છે.

વિરાટ કોહલી 2011 અને 2015 વિશ્વ કપમાં પણ ટીમનો ભાગ હતો. આ બન્નેમાં તેણે પહેલા મેચમાં જ સદી ફટકારી હતી. કોહલીને જ્યારે આ મેચમાં પણ સદી ફટકારવા વિશે પૂછાયું કે તરત જ તેણે કહ્યું હતું કે જ્યારે તમે સારુ રમો છો ત્યારે લોકો તમારી પાસેથી આશા રાખે છે. આ તમારી રમતનો ભાગ છે.પરીક્ષા જેવો છે

કોહલીએ કહ્યું કે આ વિશ્વકપ કોઈપણ કેપ્ટન માટે પરીક્ષા જેવો જ છે. તેણે કહ્યું કે અહીં તમારે નવ મેચ રમવાની છે. દરેક ટીમ સામે અલગ રણનીતિ બનાવીને ઉતરવાનું છે. સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેનને ખભાની ઈજાના કારણે વિશ્વ કપથી બહાર થઈ ગયો. આના પર કોહલીએ કહ્યું કે સ્ટેન બહાર થયો એટલે મને દુઃખ છે. સ્ટેન આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો

Contribute Your Support by Sharing this News: