વાયરલ લવસ્ટોરી  / વેવાઈ-વેવાણની પ્રેમકહાની માં નવો વળાંક, વેવાઈએ 2 યુવકોને ગોંધી રાખતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

ગમ્યું તો આગળ શેર કરો.

સુરત સહિત રાજ્યભરમાં જે કિસ્સાએ ચર્ચા ઉભી કરી છે તેવી વેવાઇ-વેવાણની લવસ્ટોરીમાં બંને પરત આવી ગયા છે અને લાગતું હતું કે મામલો શાંત થશે. જોકે સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા આ કિસ્સામાં આજે નવો વળાંક આવ્યો છે.

પોલીસે 3ની અટકાયત કરી: વેવાઈ-વેવાણ પરત આવ્યા બાદ આગામી 14મી ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન તૂટી ગયાં હતાં. જેથી વેવાણના પતિએ દીકરીના લગ્ન માટે ચડાવેલા દાગીના સહિતનો સામાન સુરતમાં જ રહેતા સંબંધી મારફતે વેવાઈના ઘરે મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન વેવાઈએ સામાન આપવા આવેલા યુવકને ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હતો. આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ મામલે બંને તરફથી ફરિયાદ નોંધાઈ છે અને ત્રણની અટકાયત કરવામાં આવી છે.

દીકરીના પિતાએ વિવાહ ફોક કર્યા: નવસારીમાં રહેતી દીકરીના પિતાએ લગ્ન તો તોડી નાખ્યા પણ પોતાની દીકરીના લગ્ન માટે ચડાવેલા સોનાના દાગીના સહિતનો સામાન સુરત ખાતે રહેતા પોતાના સંબંધી પાસે મોકલી આપ્યો હતો. સંબંધીએ એક યુવકને આ સામાન વેવાઈને ત્યાં આપવા મોકલ્યો હતો.

વિવાહની વસ્તુ પરત આપવા આવેલા યુવકને ઠમઠોર્યો: યુવક સામાન આપવા માટે ભાગી ગયેલ વેવાઇને ગયો તો તેને ગોંધી રાખીને માર માર્યો હતો. આથી પેલા યુવકે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. જેથી અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પેલા યુવકને છોડાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

શું છે વેવાણ-વેવાઈની લવસ્ટોરી: આ લવલ્ટોરી બહુ પુરાણી છે. સુરતક અને નવસારીના બે યુવક યુવતીના લગ્ન થવાના હતા પરંતુ દીકરીની માતા અને દીકરાના પિતા વચ્ચે બચપણમાં અધુરો રહી ગયોલો પહેલો પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા હતા અને પોતાના સંતાનોના લગ્ન કરાવવાની જગ્યાએ આ વેવાઈ-વેવાણ એકબીજા સાથે ઉજ્જૈન ભાગી ગયા હતા. અને 16 દિવસ સાથે રહીને બંને પરત ફર્યા હતા જેમાં વેવાણને તો પતિએ ઓળખવાની જ ના પાડી દેતા તેણે પોતાના પિયર જવું પડ્યું હતુ જ્યારે વેવાઈ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. આ સ્ટોરી હાલ ઘર ઘરમાં જાણીતી થઈ ચુકી છે.

ગમ્યું તો આગળ શેર કરો.