વિજયનગર તાલુકામાં દેનાબેંકમાં ચાલતી આધારકાર્ડ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાથી અને છાશવારે કનેક્ટિવિટી બંધ થઇ જવાના કારણે લોકોએ ધરમધક્કા ખાવ પડી રહ્યા છે. વિજયનગર તાલુકામાં જે લોકોના આધાર કાર્ડ નથી બન્યા તેમના આધાર કાર્ડ બનાવતી એજન્સીએ એકમાત્ર દેના બેંકમાં કીટ મૂકી છે.
આ અંગે કોદરભાઈ પ્રજાપતિએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે હું ગત ગુરુવારથી આધાર કાર્ડ માટે વિજયનગર આવ્યો છું પણ દેનાબેંકમાં સવારથી સાંજ સુધી બેસી રહેવા બાદ પણ અમારું આધારકાર્ડ બનતું નથી અને અમારે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. જેમાં ઓપરેટર કાલુભાઈ દેવજી પટેલના જણાવ્યાનુસાર દરરોજ ચાર વાગ્યા બાદ કનેક્ટિવિટી બંધ થઇ જતા ઓનલાઇન કામગીરી ઠપ થઇ જાય છે.

જ્યારે લોકોએ બળબળતા તાપમાં પણ ઘરના બધા જ કામ કાજ છોડીને દેનાબેંકમાં આધાર કાર્ડ બનાવવું આવતા હોવા છતાં આધારકાર્ડ કામની મંથર ગતિએ ચાલતા ગ્રાહકોને કારણે ધક્કા ખાવા પડી રહ્યા