કોરોના સામે જોરદાર શોધ : હવે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન કરાવશે બઝર બેલ્ટ

ગમ્યું તો આગળ શેર કરો.

ઇનોવેશન : કારમાં રિવર્સ ગિયર પડીએ એટલે સેન્સર એક્ટિવ થાય છે તે રીતે જ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આ સેન્સર કામ કરશે.

કોરોનાથી બચવું હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) કોરોના સામે જોરદાર શોધ : હવે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન કરાવશે બઝર બેલ્ટજાળવવું જરૂરી છે. એટલે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો જોરદાર આઈડિયા GTU (Gujarat Technology University)ના સ્ટાર્ટઅપ શોધી કાઢ્યો છે. આ સ્ટાર્ટઅપ્સનું જોરદાર ઇનોવેશન (Innovation) આપણને સોશિયલ ડિસ્ટન્સિગનું ભાન કરાવશે. કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે અને કેસ વધતા તંત્રની ચિંતા પણ વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન જાહેર થયું ત્યારથી લોકોને ઘરમાં રહેવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અંગે ગાઈ વગાડીને કહેવાય રહ્યું છે. છતાં લોકો બહાર નીકળી રહ્યા છે, આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી.

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ ચાહિલ પટેલ અને તેના અન્ય એક વિદ્યાર્થી જીગ્નેશ માલીએ કોરોનાના સંક્રમણથી બચવા એક અગત્યનું ઇનોવેશન કર્યું છે. આ સ્ટાર્ટઅપે સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન કરાવતો એક બેલ્ટ બનાવ્યો છે. આ બેલ્ટમાં તેણે અલ્ટ્રાસોનિક સેન્સર અને બઝર ફિટ કર્યા છે. કોઈ વ્યક્તિ આ બેલ્ટ પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે તો બેલ્ટનું બઝર વોનિંગ આપે છે.

આ અંગે GTUના પ્રોફેસર રાજ હકાણી જણાવે છે કે ચાહિલ અને જીગ્નેશ મારા વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓએ કમરે પહેરવાનો બેલ્ટ હોય તેમાં સેન્સર મૂક્યું છે. આ સેન્સર ડિસ્ટન્સ મેજર કરતું હોય છે. આ સેન્સરની રેન્જ આમ તો 4 મીટરની છે, પણ તેમાં પ્રોગ્રામ ડેવલપ કરી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ પ્રમાણે 1.2 મીટર કરવામાં આવ્યું છે

ગમ્યું તો આગળ શેર કરો.