વડગામ હાઇવે પર હપ્તા ઉઘરાવતો કોન્સ્ટેબલનો વિડીઓ વાઈરલ

શેર કરવા અહીં ક્લિક કરો.

વડગામ પંથકના હાઇવે પર ધોળે દહાડે અને જાહેરમાં હપ્તા ઉઘરાવતા હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠા પોલીસનો કોન્સ્ટેબલ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ૩૦૦નો હપ્તો ઉઘરાવતો હોવાનો વિડીયો આવ્યો છે. સરેરાશ બે મિનીટના વિડીયોમાં કોન્સ્ટેબલ વાહનદીઠ ભાવ પણ નક્કી કરીને વચેટિયાને પૈસા લેવા જણાવી રહ્યો છે. આ સાથે વડગામ સુધી હવે કોઇ નહિ રોકે તેવી ભડાશ ફુંકી રહ્યો છે. વાયરલ થયેલા વિડીયોને પગલે પોલીસ આલમમાં ચકચાર મચી ગઇ છે.

બનાસકાંઠા જીલ્લાના વડગામ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબર નરેન્દ્રસિંહ રહેવરનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વડગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોને રોકી હપ્તો ઉઘરાવવામાં આવી રહ્યો છે. કેટલાક વાહનોના ૨૦૦ તો કેટલાકના ૩૦૦ લેખે વચેટિયા મારફત ખુલ્લેઆમ હપ્તાખોરી થતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઉત્તર ગુજરાતના સોશિયલ મિડીયામાં આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ રહેવર વાહનચાલકોને ફરજીયાત રૂ.૩૦૦ આપવા દબાણ કરી રહ્યો છે. આ પછી કેટલાક વાહનચાલકો રકઝક કરતા તારા શેઠને ફોન કરવો હોય તો કરી દે, પણ રૂ.૩૦૦ દેવા પડશે. આ પછી એક વાહનચાલક ૩૦૦ આપતાં વચેટિયા પાસે ગણાવી જોઇ લેવા કહે છે. કોન્સ્ટેબલનો આ વિડીયો બનાસકાંઠા જીલ્લા પોલીસ આલમની પારદર્શક છબી ઉપર મોટું ગાબડું પાડી રહ્યો છે. આવી સ્થિતિમાં કોન્સ્ટેબલ અને તેના ઉપલા અધિકારીઓની ભુમિકા ગંભીર સવાલો વચ્ચે આવી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.