ગરવીતાકાત,અરવલ્લી: નેશનલ હાઈવે,રાજ્ય ધોરીમાર્ગો અને શહેરના રોડ પર બેફામ ગતિએ વાહન હંકારી વાહન ચાલકો હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે શહેરી વિસ્તારોમાં તો લબરમૂછિયા યુવકો ધૂમ સ્ટાઈલ વાહનો હંકારી નગરજનોમાં ભયનો માહોલ સર્જી રહ્યા છે અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે સ્પીડગન ના સહારે ૨૪ કલાકમાં રોડ પર ગતિમર્યાદાનું ઉલંઘન કરતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કેશ કરી સ્થળ પર ૧૦ હજાર રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.

અરવલ્લી જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈ જાડેજાના જણાવ્યા અનુસાર,રાજ્ય સરકાર તરફથી જીલ્લા ટ્રાફિક પોલીસને અત્યાધુનિક સ્પીડગન ફાળવવામાં આવી છે જેથી જીલ્લાના માર્ગો પરથી પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે તેઓ ચોક્કસ કેટલી ઝડપે વાહન દોડાવી રહ્યા છે તેની સ્પીડરેટ જીલ્લા ટ્રાફિક પોલીસની સ્પીડ ગન માં નોંધાઈ જશે અને જેતે વાહન ચાલક કે જે ઓવરસ્પીડ દોડી રહ્યા હોય તેમની સામે સરળતા થી કાનૂની કાર્યવાહી કરી શકાશે એ રીતે ઓવરસ્પીડ દોડતા વાહનોને લીધે થતા માર્ગ પરના અકસ્માતો નું પ્રમાણમાં ઘટાડો થશે નું જણાવ્યું હતું.

અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે જીલ્લાના વિવિધ માર્ગો પર સ્પીડગન ના સહારે બેફામ ઓવર સ્પીડે દોડતા ૨૫ વાહન ચાલકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી સ્થળ પર દંડ ફટકારી વસુલવામાં આવતા ગતિમર્યાદાનો ભંગ કરી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

Contribute Your Support by Sharing this News: