ગુજરાત માં બાકી રહેલા ટેક્સ માટે વાહન ચેકિંગ: ૭ કરોડનો દંડ વસુલ્યો ૧૫૦ આરટીઓ ઈન્સ્પેક્ટર્સે.

શેર કરવા અહીં ક્લિક કરો.

        ગુજરાત પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગે વાહનોની ટેક્સ ઉઘરાણીનો આદેશ જાહેર કર્યો છે. રાજ્ય સરકારના આદેશ મુજબ દરેક જિલ્લાના આરટીઓ ધ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં વાહનોના ચેકિંગ માટે ટોલનાકા સહિતના ૩૨ ચેકિંગ પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના ૧૫૦થી વધુ આરટીઓ ઇન્સ્પેક્ટર આ કામગીરીમાં જાડાયા છે. રાજ્યભરમાં આ ચેકિંગના કારણે અત્યાર સુધીમાં સરકારને અંદાજીત રૂપિયા ૭ કરોડની આવક થઈ છે.  ગુજરાત રાજ્યમાં દરેક ટોલનાકા ઉપરાંત ૩૨ જેટલા પોઈન્ટ ઉપર વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાકી ટેક્સ ઉપરાંત રોડ સેફટીના કાયદાનું ઉલ્લંઘન કરનાર પાસેથી દંડ વસુલવા માટે જોતરાયેલા કુલ ૧૫૦ આરટીઓ ઇન્સ્પેક્ટર ધ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા ૭ કરોડની વસુલાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ આદેશના પગલે અત્યાર સુધીમાં વાહનો પાસેથી વસૂલાયેલા દંડ પેટે રૂપિયા ૭ કરોડની આવક થઈ છે. આરટીઓના ચેકિંગમાં ટોલનાકા પર જે વાહનોએ ટેક્સ ન ભર્યા હોય તેમજ જે વાહનો ઓવરલોડ હોય તેમની પાસેથી આ ટેક્સ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જે વાહનોએ રોડ સેફટીના કાયદાનું ઉલ્લંઘન કર્યુ હોય તેમને પણ દંડ ફટકારવામાં આવશે. જેમાં માલવાહક ટ્રકમાં નિશ્ચિત લંબાઇ પહોળાઈ કરતાં વધુ સામાન ભર્યો હોય તેવા વાહનો પર કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ મુજબ રાજ્યના તમામ આરટીઓએ ૧૨ કલાકની ફરજીયાત કામગીરી કરવાની રહેશે અને ચેકિંગ બાદ તેનો રિપોર્ટ આપવાનો રહેશે.

શેર કરવા અહીં ક્લિક કરો.