નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં વીર સાવરકર, સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આર્ટ્સ ફેકલ્ટીના ગેટ પર રે આ મૂર્તિઓને મેશ લગડાવામાં આવી હતી. એનએસયૂઆઈ દ્વારા વીર સાવરકરની મૂર્તિ લગાવવાની વાતનો વિરોધ કર્યો હતો અને મૂર્તિને જૂતાંની માળા પહેરાવી મોઢા પર મેશ લગાવ્યો હતો.

એનએસયૂઆઈના રાષ્ટ્રિય સચિવ સાએમન ફારુકીએ સાવરકરની તુલના શહીદ ભગત સિંહ અને સુભાષ ચંદ્ર બોઝ સાથે કરવી આપણાં શહીદો અને તેમના સ્વતંત્રતા સંગ્રામનું અપમાન હોવાનું જણાવ્યું. તો આ પહેલાં યુનિવર્સિટીના નોર્થ કેમ્પસનું નામ વીર સાવરકર પણ કરવાની માગ ઉઠી હતી. જે માગના થોડાં સમય બાદ જ નોર્થ કેમ્પસના ગેટ પર વીર સાવરકર તેમજ ભગત સિંહ અને બોઝની પ્રતિમા લગાવવામાં આવી હતી.