પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૧)

વાવ તાલુકાના ઉમેદપુરા ગામે થુવર કાપવા બાબતે માર માર્યાની ફરિયાદ નોંધાવા પામી છે. માવસરી પોલીસ મથકે ઉમેદપુરા ગામના ધુળીબેન પંડ્યા દ્વારા તેમના ગામના રત્નાભાઇ રબારી, લાખાભાઇ રબારી, જોગાભાઇ રબારી, કરમાબેન રબારી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ખેતરના સેઢા પરના થુવર કાપવા બાબતે થયેલી તકરારમાં લીલાબેન નામની એક મહિલાને ગડદાપાટુનો માર મારી જાતી અપમાનિત કરી ખેતરના શેઢા નજીક આવશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી અાપી હોવાની ફરીયાદ માવસરી પોલીસ મથકે નોંધાવા પામી છે.

Contribute Your Support by Sharing this News: