વરુણ ધવનની આ ફિલ્મને તેના પિતા ડેવિડ ધવન ડિરેક્ટ કરશે ફિલ્મ આવતા વર્ષે 1 મેના રોજ 1 મેના રોજ લેબર ડે પર રિલીઝ થશે

ગરવીતાકાત બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર ડેવિડ ધવન ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર ‘કૂલી નંબર 1’ની રિમેક બનાવવાના છે. તેમાં તેના દીકરા વરુણ ધવનની સાથે સારા અલી ખાન જોવા મળશે. ડેવિડ ધવન ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટેના લોકેશન શોધી રહ્યા હતા અને તેમણે બેંગકોક પસંદ કર્યું છે. આ રિમેકનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં બેંગકોકમાં શરૂ થશે. સૂત્રો મુજબ, બેગકોંકનું શૂટિંગ પૂરું થયા બાદ ટીમ ગોવામાં શૂટ કરશે અને સારા અલી ખાન ત્યાં ટીમને જોઈન કરશે. વિદેશમાં ફિલ્મનું શૂટિંગ કરવા પાછળનો હેતુ આજની ઓડિયન્સને વધુ અપીલ કરવાનો છે. ફિલ્મ આવતા વર્ષે 1 મેના રોજ 1 મેના રોજ લેબર ડે પર રિલીઝ થશે.

‘જુડવા 2’ ફિલ્મમાં વરુણનું કેરેક્ટર લંડન જાય છે જ્યારે જૂની ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ થયું હતું, એવી જ રીતે ‘કૂલી નંબર 1’ની રિમેકમાં પણ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં થશે. સૂત્રો મુજબ, આ વખતે પણ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં કરવા પાછળ હેતુ ફિલ્મને ફ્રેશ વાઈબ્સ આપવાનો છે. ફિલ્મનો બેઝિક સ્ટોરી પ્લોટ એક ફૂલી બે છોકરીઓની વચ્ચે ફસાય જાય છે એ જ છે પરંતુ આજના દર્શકો ફિલ્મ સાથે વધુ કનેક્ટ ફીલ કરી શકે તે માટે સ્ક્રીનપ્લેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

કૂલી નંબર 1- ત્રીજી રિમેક
1995માં આવેલી હિન્દી ફિલ્મ ‘કૂલી નંબર 1’માં ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી હતી, જે 1991માં આવેલી એ જ નામની તેલુગુ રિમેક હતી. ‘મૈં તેરા હીરો’ અને ‘જુડવા 2’ બાદ ડેવિડ અને વરુણ ધવન ત્રીજી ફિલ્મ સાથે કરી રહ્યા છે. જ્યારે સલમાન ખાનની ‘જુડવા’ની રિમેક બાદ વરુણની આ બીજી રિમેક ફિલ્મ હશે.