ગરવીતાકાત,પાલનપુર: પાલનપુર રિધ્ધી સિધ્ધી પાર્ટી પ્લોટ ખાતે શ્રી ધાન્ધાર માેઢ મોદી સમાજની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા જેવા કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન,સિનિયર સિટીઝન વડીલોનું શાલ ઓઢાડી સન્માન, “બેટી બચાવો -બેટી વધાવો “દીકરીઓના વધામણા,જીવનપર્વ ઉત્સવ, દાતાશ્રીઓનું સન્માન, સંગીત સંધ્યા પ્રોગ્રામ,વગેરે પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને  ગણેશ વંદનાથી થઈ હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.