ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૨૩)

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આજે વિવિધ જેવા સંગઠનો દ્વારા ધાનેરા લાલચોક ખાતે ભેગા મળ્યા હતા. અને તે બાદ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું અને કેન્દ્ર સરકારે CAA અને  NRC ના કાયદાને વધાવ્યો હતો સાથે સાથે મીડિયા સાથેની વાતચીતમાં એવું પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ રાષ્ટ્રહિત માટે ના નિર્ણય લેવામાં આવશે તેમાં અમે બધા જ લોકો સમર્થન આપીએ છીએ અને હંમેશા સરકારના સાથે છે તો બીજી તરફ એ પણ જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર ઉગ્ર આંદોલન તેમજ તોડફોડ કરવામાં આવી રહી છે તે અમે સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

તસ્વીર અહેવાલ જયંતિ મેતીયા પાલનપુર 

બીજા સાથે સમાચાર શેર કરો.