ગરવીતાકાત,વિરમગામ: વિરમગામમાં  20થી વધુ સ્થાનો પર સાર્વજનિક ગણેશોત્સવના આયોજનને કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણનુ નિર્માણ થયું છે. અનેક લોકો દ્વારા પોતાના ઘરે પણ વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના કરી છે. વિરમગામના વાલીયા ચોકમાં અલ્પેશભાઇ સોની અને નીલકંઠ રો બંગ્લોઝમાં આશિષભાઇ દ્વારા ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. સુધારફળી ચોકમાં સાર્વજનિક ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. જાણીતા સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં ઈકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બાપાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

તસ્વીર અહેવાલ વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ