વલસાડમાંથી પોલીસે કસીનોની જેમ જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસે પકડી પાડેલા હાઇપ્રોફાઇલ જુગારધામમાં કસીનો સ્ટાઇલમાં રમાઈ રહેલા આ જુગારમાં જુગાર રમવાની સાથે દારૂની વ્યવસ્થા પણ હતી. જુગાર અને દારૂ બંને ગેરકાયદેસર હોવા છતાં વલસાડમાં ખુલ્લેઆમ આ જુગારધામ ચાલી રહ્યું હતું. પોલીસે જુગારધામમાં દરોડા પાડી પુરૂષ-મહિલાઓ સાથે સાતની ધરપકડ કરી છે.

આ જુગારધામમાં કસીનો સિસ્ટમથી પોકર ચીપ્સ આપી અને જુગાર રમાડવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ જુગારધામમાંથી મહિલાઓ અને પુરૂષો સાથે સાતની ધરપકડ કરવામાં આવી છે. વલસાડની પારડી પોલીસ એક દરોડા પાડી અને આ જુગારધામ ઝડપી પાડ્યું હતું. જુગારધામમાં દરોડા પડ્યા ત્યારે એક લાખ રૂપિયાના જુગારનું ટેબલ સજાવાયેલું હતું. કસીનોમાં જેવી રીતે દારૂની સાથે જુગાર રમાડવામાં આવે છે એવી રીતે વલસાડમાં પણ ખેલીઓ જુગાર સાથે દારૂની મહેફિલ માણતા માણતા જુગાર રમી રહ્યા હતા.

આ જુગારધામમાં દરોડા પાડી પોલીસે એક લાખથી વધુની મતા કબ્જે કરી છે. આ સાથે જુગાર રમી રહેલા સાત પુરૂષો અને મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસની એન્ટ્રી પડતા જ આ જુગારધામમાં ખેલીઓના રંગમાં ભંડ પડી ગયો હોય તેવો ઘાટ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે દેશમાં ગોવા કસીનો માટે પ્રખ્યાત છે. જુગારના શોખીનો કસીનો રમવા માટે ગોવાની ખાસ મુલાકાત લેતા હોય છે પરંતુ ગાંધીના ગુજરાતમાં પોકર ચીપ્સથી ચાલતા આ જુગારધામના દરોડાએ સમગ્ર વલસાડમાં ચર્ચા જગાવી છે.

Contribute Your Support by Sharing this News: