વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રાઇટ સ્કૂલમાં ધો-૩ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો. જેમાં બે વિદ્યાર્થીઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે.તગડી ફી વસૂલ કરતી સ્કૂલમાં યોગ્ય સુવિધા મળતી નથીવડોદરા શહેરની બ્રાઇટ ડે સ્કૂલમાં તગડી ફી વસૂલ કરવામાં આવે છે, તેમ છતાં સ્કૂલમાં યોગ્ય સુવિધાઓ અપાતી નથી. પંખાનું સમયસર મેઇન્ટનન્સ ન કરાતુ હોવાથી ચાલુ ક્લાસમાં પંખો તૂટીને નીચે પડ્યો હતો. ત્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. સ્કૂલમાં મોટી દુર્ઘટના સર્જાવાની પણ શક્યતા છે.વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષબ્રાઇટ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉપર પંખો પડવાની ઘટનાને પગલે વાલીઓ સ્કૂલમાં દોડી ગયા હતા. અને શાળા સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. દુર્ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો
Contribute Your Support by Sharing this News: