ગરવીતાકાત,વડનગર: પોલીસ અધિક્ષક શ્રી મહેસાણા નાઓએ મહેસાણા જીલ્લામાં પ્રોહી જુગારની બદી નાબુદ કરવા કરેલ સૂચનાઓ આધારે શ્રી એમ.બી.વ્યાસ નાયબ પોલીસ અધિક્ષક વિસનગર વિભાગ વિસનગર નાઓના માર્ગદર્શન હેઠળ  વડનગર પો.સ્‍ટે.ના સુલતાનપુર ગામે ઠાકોર સોવનજી ખોડાજી રહે- સુલતાનપુર વાળાઓ બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ પૈસા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાબતેની પો.કો ચતુરજી ખુમાજી બ.નં-૧૦૬૪ નાઓની બાતમી આધારે અમો તથા પ્રો.પો.સ.ઇ આર.એસ.દેવરે તથા એ.એસ.આઇ મનોરજી હીરાજી તથા હે.કો નાસીરબેગ અસ્‍લમબેગ તથા હે.કો જયેશકુમાર માનસંગભાઇ તથા પો.કો હસમુખભાઇ તુફાનભાઇ તથા પો.કો વીજયકુમાર ઇશ્વરભાઇ તથા પો.કો સાજીદખાન તથા પો.કો શંકરજી તથા પો.કો દિલીપકુમાર તથા પો.કો દેવેનકુમાર નાઓ સાથે હકીકત વાળી જગ્‍યાએ રેડ કરતાં (૧) અમરતજી કેશાજી ઠાકોર રહે- સુલતાનપુર (૨) સદ્દામહુસેન કાસમભાઇ સીપાઇ રહે- જુના દેલવાડા (૩) ભરતજી ચમનજી ઠાકોર રહે- શાહપુર (૪) સેતાનજી દલસાજી ઠાકોર રહે- શાહપુર (૫) દીલીપજી મોહનજી ઠાકોર રહે- નળુ તા- ખેરાલુ (૬) મોહનજી પરબતજી ઠાકોર રહે- હીરાપુરા નળુ (૭) દિનેશભાઇ જયંતીભાઇ મોદી રહે- માધુગઢ તા- ખેરાલુ (૮) અયુબખાન દોલતખાન બલોચ રહે- મહેકુબપુરા તા- ખેરાલુ (૯) રણજીતજી રમણજી ઠાકોર રહે- કંકુપુરા ગોઠવા તા- વિસનગર (૧૦) રાકેશજી રૂપસંગજી ઠાકોર રહે- ગોઠવા તા- વીસનગર વાળાઓ પાસેથી ગંજીપાના નંગ- ૫૨ તથા રોકડ રકમ રૂ. ૧૧૯૧૦/- તથા મોબાઇલ નંગ- ૭ કિ.રૂ. ૧૦૦૦૦/- તથા વાહન નંગ-૩ કિ.રૂ. ૧,૪૫,૦૦૦/- મળી કિ.રૂ. ૧,૬૬,૯૧૦/- ના મુદ્દામાલ સાથે ગંજી પાનાથી હારજીતનો જુગાર રમતા પકડી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આમ જુગારનો કવોલીટી કેશ શોધવામાં સફળતા મેળવેલ છે.  

બીજા સાથે સમાચાર શેર કરો.