પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત, મહેસાણા: વડસ્મા ગામે રહેણાંકના મકાનના મેડા ઉપર ભરેલા જુવારના પૂળામાં કોઈ અજાણ્યા શખ્સે આગ ચોંપતાં રૂ.૧૪ હજારના પૂળા બળીને ખાખ થઈ જતાં લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ દર્જ થતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો.

મહેસાણા તાલુકાના વડસ્મા ગામે જુવારના પૂળામાં આગ ચોંપવાની ઘટના બની હતી ફરિયાદી રબારી અજમલભાઈ માલજીભાઈ તળજાભાઈ ઉ.વ. ૪પ ધંધો પશુપાલન અને ખેતી રહે. વડસ્મા રબારીવાસ ચામુંડા માતાના મંદીરના રહીશની પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના રહેણાંકના મકાનમાં મેડા ઉપર ૭૦૦ જેટલા જુવારના પૂળા ભર્યા હતા. જે પૂળામાં કોઈ અજાણ્યા શખ્સે નુકશાન પહોંચાડવાના ઈરાદાથી આગ ચોંપી દીધી હતી. ગઈકાલે આગચંપીની બનેલ આ ઘટનામાં ફરિયાદીના જણાવ્યા મુજબ રૂ.૧૪,૦૦૦/- ની કિંમતના ૭૦૦ જેટલા જુવારના પૂળા બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગી ત્યારે અફરાતફરી મચી જવા પામી હતી.

આ ઘટનામાં વડસ્માના રબારી અજમલભાઈ માલજીભાઈએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ લાંઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લાંઘણજ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ઈ.પી.કો કલમ ૪૩૬ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જેની તપાસ પો.સ.ઈ. બી.જે ઘટ્ટ ચલાવી રહ્યા છે.

બીજા સાથે સમાચાર શેર કરો.