• જુડો અને ચેસમાં રાજ્યકક્ષાએ પસંદગી
  • હોકી મા બીજા નંબરે અને યોગમાં જિલ્લામાં પ્રથમ કક્ષાએ સ્થાન મેળવ્યુ

ગરવીતાકાત બનાસકાંઠા: વડગામમા આવેલી રાજપૂત કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામ સ્કૂલની છાત્રાઓની કરાટે ટીમ બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવેલ છે. આ ટીમ રાજયકક્ષાએ કરાટે માં પોતાનું પ્રભુત્વ બતાવી સ્કૂલ અને તાલુકાનું નામ રોશન કર્યું છે. આ કરાટે ટીમમાં સરસ્વતી સ્કૂલની  બાળાઓએ ભાગ લીધો હતો. જેમા કરાટેમા ઉમરવા અંજલી ગણેશભાઈ રાજ્યકક્ષાએ ભાગ લેશે, જુડોમાં રાજ્યકક્ષાએ પસંદગી પામેલ ખેલાડી પરમાર ઝલકબેન શૈલેષભાઇ. પરમાર ક્રિષ્નાબેન નાનજીભાઈ. કુંભાર રવીનાબેન રમેશભાઈ અને ચેસમાં. રાજ્યકક્ષાએ પસંદ થયેલ ખીલાડીઓ  બિહારી આલમીનબાનું હબીબખાન, હડિયોલ મેઘના પ્રવિણસિંહ,પરમાર પ્રિયંશી પ્રવિનકુમાર હોકીમાં

જિલ્લા કક્ષાએ બીજો નંબર અને રાજ્યકક્ષાએ પસંદગી થયેલ ખેલાડીઓ વિહોલ આશાબેન પહાડસિંહ,ભુતાડીયા ખુશ્બુ બાબુભાઇ,પ્રજાપતિ દિવ્યાબેન બાબુભાઇ તથા યોગાસનમા. જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર આવેલ તથા રાજ્યકક્ષાએ ભાગ લેવા પસંદ થયેલ વિદ્યાથી પ્રથમ. પટેલ નિપાબેન ભીખાભાઇ. દ્વિતીય પ્રજાપતિ ખુશી નિલેશકુમાર. સ્ટેન્ડબાય ચૌધરી રીંકલ કેશરભાઈ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે. આ વિદ્યાર્થીઓ એ સમગ્ર ગુજરાતમાં ભણતરમા તો સારું સ્થાન હંમેશા હોયજ છે પણ સારા કોચ અને વિદ્યાર્થીઓની મહેનત જોઈ તેમની પાછળ સારું યોગદાન આપી બનાસકાંઠા ની સાથે સાથે  વડગામ તાલુકાની સરસ્વતી કન્યા વિદ્યાલયનું નામ રોશન કર્યું છે તે ગૌરવની વાત છે.

Contribute Your Support by Sharing this News: