અમેરિકાએ ચીનના હ્યુસ્ટનમાં સ્થિતિ દૂતાવાસને 72 કલાકની અંદર બંધ કરવાના આદેશ આપ્યા છે. અમેરિકાના આદેશ બાદ ચીનના દૂતાવાસના કર્મચારીઓ ગોપનીય દસ્તાવેજને આગ લગાવતા જોવા મળ્યા હતા.

ત્યાંજ અમેરિકાના આ પગલાની લઈને ચીને લાલ આંખ કરી છે અને તેણે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકા-ચીન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ હ્યૂસ્ટનમાં દૂતાવાસને બંધ કરવાના આદેશ આપ્યા છે.

તેના માટે અમેરિકાએ ચીનને 72 કલાકનો સમય આપ્યો છે. એટલું જ નહીં દૂતાવાસને ખાલી કરાવવાના આદેશ બાદ ચીનના વિદેશ મંત્રાલયમાં હડકંપ મચી ગયો છે અને ચીનના વિદેશ મંત્રાલયે આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે.

ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાની નિંદા કરી છે અને જણાવ્યું છે કે, અમેરિકાએ આ ખોટો આદેશ પરત ખેંચી લેવો જોઈએ નહીં તો તેઓ એક ‘એક ન્યાયી અને જરૂરી કાર્યવાહી’ કરશે.

ત્યાંજ અમેરિકાના આદેશ બાદ ચીનના દૂતાવાસમાં અફરા તફરીનો માહોલ છે અને ચીનની કર્મચારીઓને મોટી સંખ્યામાં ગોપનીય દસ્તાવેજને આગ લગાવવતા જોવા મળી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: