ખેડૂત વિભાગની 8 બેઠકો પર 16 અને વેપારી વિભાગની 4 બેઠકો પર 6 ઉમેદવારો મેદાનમાં બંને જૂથો આજે સવારે અંબાજી અને બહુચરાજી કેમ્પ સ્થળેથી સીધા માર્કેટયાર્ડ પહોંચ્યા

ગરવીતાકાત મહેસાણા: ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની આજે રવિવારે યોજાઈ રહેલી હાઇ વોલ્ટેજ ચૂંટણીને લઇ સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો છે. ખેડૂત વિભાગની 8 બેઠકો પર 16 અને વેપારી વિભાગની 4 બેઠકો પર 6 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી ચૂંટણી 5 વાગ્યા સુધી માર્કેટયાર્ડમાં મતદાન થશે, જેનું પરિણામ સોમવારે જાહેર થશે.

ઊંઝા એપીએમસી એશિયાનું સૌથી મોટું યાર્ડ: એશિયાખંડના સૌથી મોટા અને આર્થિક રીતે સમૃદ્ધ ઊંઝા માર્કેટયાર્ડમાં સત્તા હાંસલ કરવા ભાજપના જ બે જૂથો પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ અને ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ જૂથના દિનેશ પટેલ મેદાનમાં છે. બંને જૂથ પોતાનું વર્ચસ્વ દેખાડવાના મૂડમાં હોઇ આ સહકારી જંગ રસપ્રદ અને ઉત્તેજનાપૂર્ણ બની ગયો છે. ખેડૂત વિભાગમાં 16 ઉમેદવારો છે, જેમના માટે 313 મતદારો મતદાન કરશે. તો વેપારી વિભાગમાં 7 ઉમેદવારો છે, જેમના માટે 1631 મતદારો મતદાન કરશે.
સીધા ચૂંટણી સ્થળે લવાયા: માર્કેટયાર્ડની સત્તા હાંસલ કરવા બંને જૂથો મરણિયા બન્યા હતા. જે પૈકી ગૌરાંગ પટેલ જૂથે અંબાજીમાં કેમ્પ કર્યો હતો તો સામે દિનેશ પટેલ જૂથે બહુચરાજી અને શંખલપુરમાં કેમ્પ કર્યો છે. અહીંથી મતદારોને રવિવારે સવારે મતદાન શરૂ થાય તે પહેલાં જ સીધા ચૂંટણી સ્થળે લવાયા હતા.
મતદાન અંગે ટ્રેનિંગ આપી: જાણકાર સૂત્રો મુજબ, ખરાખરીના ખેલ સમાન આ ચૂંટણીમાં એકપણ મત બગડે નહીં તે માટે એક જૂથ દ્વારા મતદારોને ખાસ ટ્રેનિંગ પણ અપાઇ હતી. જેમાં કેટલા મત આપવાના અને કેવી રીતે મતદાન કરવાનું છે તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
ખેડૂત વિભાગના 16 ઉમેદવારો
1. પટેલ ગૌરાંગકુમાર નારાયણભાઈ
2. પટેલ બબાભાઈ વાલાભાઈ
3. પટેલ રમણભાઈ ઈશ્વરભાઈ
4. પટેલ બાબુભાઇ કાંતિભાઈ
5. પટેલ જેઠાભાઇ કચરાભાઈ
6. પટેલ ધર્મેન્દ્રકુમાર જીવણભાઇ
7. પટેલ નટવરભાઈ મોહનલાલ
8. પટેલ ખોડાભાઈ કેશવલાલ
9. પટેલ દિનેશકુમાર અમથાભાઈ
10. પટેલ સંજયકુમાર મફતલાલ
11. પટેલ અંબાલાલ જોઈતારામ
12. પટેલ રમેશભાઈ છગનભાઇ
13. પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ
14. પટેલ અમૃતભાઈ મૂળચંદદાસ
15. પટેલ જયંતીભાઈ શિવરામદાસ
16. રાવલ શિવપ્રસાદ શાંતિલાલ
વેપારી વિભાગના 7 ઉમેદવારો
1. પટેલ અરવિંદભાઈ સોમાભાઈ
2. પટેલ પિતામ્બરભાઈ વિરદાસ
3. પટેલ ખોડાભાઈ શંકરલાલ
4. પટેલ ચંદુભાઈ ઇશ્વરલાલ
5. પટેલ વિષ્ણુભાઈ વિઠ્ઠલદાસ
6. પટેલ નરેન્દ્રકુમાર કાનજીભાઇ