યુનિવર્સિટીઓ PGDM અને MBA કોર્સ એકસાથે નહીં ચલાવી શકે

ગમ્યું તો આગળ શેર કરો.

સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી કોઈ એક કોર્સના સંચાલનની પસંદગી કરવી પડશે. આ માહિતી ઓલ ઇન્ડિયા ફોર ટેક્નિકલ એજ્યુકેશને માહિતી આપી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ટેક્નિકલ અને મેનેજમેન્ટ શિક્ષણ નિયામકે કહ્યું હતું કે PGDM કોર્સ માત્ર એવી યુનિવર્સિટીઓ ચલાવી શકશે, જે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ (IIM)ની જેમ ના તો યુનિવર્સિટી હોય અથવા કોઈ યુનિવર્સિટીથી સંલગ્ન હોય.

એક વરિષ્ઠ AICTE અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં એ ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક માનદ્ યુનિવર્સિટીઓ કેટલોક સમય નિયમોનું ઉલ્લંઘન કરીને મેનેજમેન્ટ પ્રોગ્રામના બેનર હેઠળ PGDM કોર્સનું સંચાલન કરી રહી હોય. તેમણે કહ્યું કે AICTE અધિનિયમ 2020ના અનુસાર એક જ યુનિવર્સિટી PGDM અને MBA કોર્સને એકસાથ સંચાલનની મંજૂરી નથી.

તેમણે કહ્યું કે નિયમો અનુસાર યુનિવર્સિટીથી સંલગ્ન કોલેજો પાસે આ વિકલ્પ છે કે તે ત્યાંથી સંચાલિત PGDM કોર્સને અથવા તો યુનિવર્સિટી (જેનાથી એ સંલગ્ન છે)ના MBAને પત્રાચાર માધ્યમમાં બદલે અથવા MBA કોર્સ સંચાલનની સ્થિતિમાં આ પ્રકારનો વિકલ્પ અપનાવી લે.

ગમ્યું તો આગળ શેર કરો.