દોધધામ ભરી જીંદગીમાં કોઈની પાસે પોતાના સીવાય બીજાનુ વિચારવા માટે સમય પણ નથી એવામાં મહેસાણા જીલ્લાના બહુચરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગ પંડ્યાની એક પ્રશંસનીય પહેલ સામેલ આવી છે, અત્યારે સમાજમાં ઘણા એવા ગરીબ મા-બાપ એવા હોય છે જે પોતાની ગરીબીને લઈ પોતાના બાળકોને સારૂ ભણતર આપવા સક્ષમ નથી હોતા, અને એમાં પણ જો ખોળે દિકરી આવી હોય તો મા-બાપ ભણતરના ખર્ચાના કારણે તેમણે ભણાવવાનુ ટાળતા હોય છે, જેનાથી ઘણી દિકરીઓને પોતાના ભણતરના અધિકારથી વંચીત થઈ જવુ પડે છે.

આ પણ વાંંચો: રજુઆત: સ્થાનીક ધારાસભ્યની સક્રીયતાને લઈ મહેસાણા-બેચરાજી રોડનુ રીપેરીંગ કામ શરૂ

તો આવી દિકરીઓ ઈન્ફર્મેશન યુગના જમાનામાં પોતાના ભણતરના અધિકારથી વંચીત ના રહી જાય એટલે બહુચરાજીના સરપંચ દેવાંગ પંડ્યાએ સમાજની વંચીત તબકાની 11 ગરીબ દિકરીઓને દત્તક લીધી છે, અને તેમના ભણતરનો તમામ ખર્ચો તે ઉપાડી રહ્યા છે. દેવાંગભાઈ પંડ્યા બે વર્ષથી આ દિકરીઓના ભણવાનો ખર્ચો ઉઠાવી રહ્યા છે. જેથી એ દિકરીઓ પણ પોતાની જીંદગીના ભવિષ્યને ઉજ્વળ કરી શકે.
Contribute Your Support by Sharing this News: