કડી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં કડી કલોલ હાઇવે ઉપર આવેલ અને આશરે 20 કરોડ જેટલી માતબર રકમથી તૈયાર થયેલ અંડર બ્રીજ ,કડી દેત્રોજ રોડ ઉપર આવેલ અર્બન હેલ્થ સેન્ટર તેમજ રૂ.૪.૨૫ કરોડ ના ખર્ચે નવનિર્મિત કડી તાલુકા પંચાયતના લોકાર્પણ કાર્યક્રમ શુક્રવારના રોજ યોજાયો.
કોરોના મહામારીમાં યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે કોરોના મહામારીના લીધે લોકાર્પણ કાર્યક્રમો સાદાઈથી  કરવામાં આવ્યા છે.ભાજપ સરકારમાં કડી તાલુકાનો વિકાસ વણથંભ્યો રહ્યો છે.
કોરોના મહામારીને નાથવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું,માસ્ક પહેરવું,હાથ મિલાવવાનું ટાળવુ જેવા સરકારી નીતિનિયમોનું ચુસ્ત પણે પાલન કરવુંએ લોકોની ફરજ છે.છેલ્લા ઘણા સમયથી કડી નો ઔધોગિક ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો હોવાથી શહેરમાં અવારનવાર ટ્રાંફિક જામ ના દ્રશ્યો જોવા મળે છે જેથી લોકોની સગવડ માટે અંદાજે ૨૦ કરોડ જેટલી માતબર રકમ ના ખર્ચે અંડર બ્રીજ નું નિર્માણ થયું છે આ ઉપરાંત કડી માં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આરોગ્ય અંગે ઉમદા સુવિધા મળે તેવા હેતુથી અર્બન હેલ્થ સેન્ટર નું નિર્માણ કરવામાં આવ્યું છે.
શહેરમાં આવેલ તાલુકા પંચાયતનું મકાન જૂનું અને ક્ષીણ થયું હોવાથી તેની જગ્યાએ લોકોને સરકારી કામોમાં અગવડ ના પડે તેવા હેતુથી તાલુકા પંચાયત નું નિર્માણ કરવામાં આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણા અને માર્ગદર્શનથી સૌપ્રથમ વાર ઇ-શિક્ષા જ્યોત સામયિકનનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે શહેરના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ માં વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો ઉદ્દેશ્ય મુખ્ય રહેલો છે.તાલુકાના આઠ જેટલા ગામોમાં નવીન પંચાયત ઘરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
કડી ખાતે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,એપીએમસી ચેરમેન વિનોદભાઈ પટેલ,ડીડીઓ એમ.વાય.દક્ષિણી તેમજ તાલુકા અને પાલિકા ના હોદ્દેદાર અને પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Contribute Your Support by Sharing this News: