બનાસકાંઠાના સુઈગામમાં આવેલ  લીંબુણી ક્સ્ટમ રોડ પર રસ્તા વચ્ચે નીલગાય આડી આવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વીફ્ટ કાર પલટી થઈ જતાં કારમાં સવાર કાકા ભત્રીજાના કરુણ મોત થયુ હતુ. ત્યારે અન્ય ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં  ખસેડાયા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બોરું ગામના ભરતભાઇ ધરમસીભાઈ જાખેસરાને મંગળવારની રાત્રીના સમયે ખૂબ જ તાવ આવતાં અને ગભરામણ થતાં તેમણે પરિવારને કહેતાં  તેમના કુટુંબી ભાઈ રમેશભાઈની સ્વીફ્ટ કાર નં.GJ-02-BD-9916ને લઈ તેમાં બીમાર ભરતભાઈને બેસાડી તેંમની સાથે તેમની માતા અંબાબેન તેમના પિતા ધરમસીભાઈ નાના ભાઈ બળદેવભાઈ તેમજ તેમના કુટુંબી ભાઈ પ્રેમાભાઈ સહિત કાર લઈ રાત્રીના સાડા બાર ના સમયે સુઇગામ રવાના થયેલ,ત્યારે લીંબુણી પાટિયાથી આગળ સુઇગામ તરફ ક્સ્ટમ રોડ સાઈડમાંથી અચાનક એક નીલગાય રોડ પર આવી જતાં તેને બચાવવા કાર ચલાવતા બળદેવભાઈએ બ્રેક મારતાં સ્વીફ્ટ કાર ક્સ્ટમ હાઇવે રોડ પર પલટી ખાઈ જતાં કારમાં સવાર બીમાર ભરતભાઈના પિતા ધરમસીભાઈ જાખેસરા અને પ્રેમાભાઈ શંકરભાઇ જાખેસરા બન્નેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં. બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
કારમાં સવાર અંબાબેન ,ડ્રાયવર બળદેવભાઈ તેમજ બીમાર ભરતભાઇને નાની મોટી ઇજાઓ થઇ હતી. મધ્યરાત્રીના સમયે  બનેલી અકસ્માતની કરુણ ઘટનાના સમાચારને પગલે બોરુથી કુટુંબીઓ દોડી આવી ઇજાગ્રસ્તોને સુઇગામ સારવાર અર્થે ખસેડેલ જ્યારે બન્ને મૃતક કાકા ભત્રીજાની લાશને રેફરલમાં પી.એમ કરાવી અંતિમવિધિ કરાઈ હતી.
Contribute Your Support by Sharing this News: