ગરવીતાકાત.તારીખ:૦૭ 

મહા વાવાઝોડાની અસર દીવ અને સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસર મધદરિયે જોવા મળી રહી છે. એક માછીમાર દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો છે જેમાં પવન દરિયામાં ઘુમરી મારતો હોય તેવા દ્રશ્યો તેમાં કેદ થયા છે. વાવાઝોડાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાનો વીડિયો સામે આવ્યો છે તે કોડીનાર અને દીવ વચ્ચેના દરિયાનો હોવાનું જાણવા મળ્યું છે.

ગીરગઢડા તાલુકામાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરજંગલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉના તાલુકાના મોટાભાગના ગામડાઓમાં મોડી રાતથી કડાકા ભડાકા સાથે ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખેડૂતો અને માછીમારોને ભારે નુકશાની પહોંચી છે.મહા વાવાઝોડાની અસર દીવ અને ઉનાના દરિયાકાંઠે વધારે જોવા મળી રહી છે. ઉનાના નવા બંદરનો દરિયામાં ભઆરે પવન ફૂંકાતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં હાલ કરન્ટ જોવા મળતા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્રણ દવિસથી શાંત બનેલા દરિયામાં અચાનક કરન્ટ જોવા મળઈ રહ્યો છે. દીવમાં ધોધમાર વરસાદ યથાવત છે. મોડી રાતથી વણાકબારા, નાગવા, ઘોઘલા, મલાલા અને દીવ શહેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીરસોમનાથના કોટડા અને દીવના વણાકબારાને જોડતી દરિયાઇ ખાડીમાં ચાલતી ફેરી બોટ બંધ કરાવવામાં આવી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.