ગળાના ભાગે છરીના ઘા મારી ઇસમ ફરાર થઇ જતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો 
અમીરગઢ તાલુકાના વિરમપુરમાં આજે એક અજાણ્યા શખ્સે છરીથી એક યુવક પર ભર બજારમાં હુમલો કરી હત્યાની કોશિશ કરી ગળાના ભાગે છરીના ઘા મારી ફરાર થઇ જતાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ૧૦૮ મારફતે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જીવલેણ હુમલાના બનાવો વધી રહ્યા છે. જેમાં આજે બનેલા વધુ એક બનાવમાં અમીરગઢ તાલુકાના વિરમપુરમાં રસ્તે ચાલતા જઈ રહેલા એક યુવક પર અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરી ભરબજારે ગળાના ભાગે છરીના ઘા ઝીંકવા લાગતા આસપાસમાંથી લોકોના ટોળે ટોળા એકઠા થઈ જતાં અને ઈજાગ્રસ્ત યુવક ત્યાં જ ઢળી પડતાં આ શખ્સે ગળાના ભાગે ઘા કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.  બનાવમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ૧૦૮ દ્વારા અંબાજી અને ત્યારબાદ પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હત્યાની કોશિશના આ હુમલાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યુ છે. Attachments area

બીજા સાથે સમાચાર શેર કરો.