પ્રશાંત કનોજીયા અગાઉ પ્રતીષ્ઠીત ઈન્ડીયન એક્સપ્રેસ,ધ વાયર માં પત્રકાર તરીકે કામ કરતા હતા અને અત્યારે તે ટ્રાન્સકોન્ટીનેન્ટલ ટાઈમ્સ  નામની ન્યુઝ એઝન્સી સાથે જોડાયેલા છે.

ઉત્તર પ્રદેશ પોલીસે પ્રશાંત કનૌજીયાના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે, પોલીસ દ્વારા કહેવામાં આવ્યુ છે કે પ્રશાંતના ટ્વીટમાં સાપ્રંદાયીક સવેંદિતા વિક્ષેપ્ત થાય એવી માહિતી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરતી વખતે તેમના પરિવારવાળા સામે સ્પષ્ટતા નહતી કરી કે ધરપકડ કેમ કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસની ધરપકડ બાદ એફ.આઈ.આર. માં જણાવવમાં આવ્યુ છે કે, તેમના ટ્રવીટમાં હીન્દુ આર્મી લીડર સુશીલ તીવારીને લખ્યુ હતુ કે રામ મંદીરમાં OBC,SC,ST  ને પ્રવેશ ના આપવો જોઈયે.

પ્રશાંતની કનોજીયાની પત્ની જગીશા અરોરાએ  બપોરે 2.28 વાગે આ ઘટનાની માહીતી ટ્વીટર પર આપી હતી.

સુત્રો મુજબ દિલ્લીના આ પત્રકારની ધરપકડ કર્યા બાદ યુ.પી. પોલીસે દિલ્લી મેજીસ્ટ્રેટ પાસે પ્રશાંત કનોજીયાને રાજ્ય બહાર લઈ જવાની પરમીશન લીધી છે કે નહી તેની જાણકારી હજુ મળી નથી. પ્રશાંત વિરૂધ્ધ ફરિયાદ યુ.પી.ના હસરતગંજના પોલીસ સ્ટેશનમાં દિનેશકુમાર શુક્લા દ્વારા દાખલ કરાઈ હતી.

શ્રેય હોસ્પીટલ દુર્ઘટના : ગુનેગાર વિરૂધ્ધ રજુઆત કરવા જતા AAP ના નેતાઓની ધરપકડ

પોલીસની એફ.આઈ.આર. માં લખવામાં આવ્યુ છે કે આજે 17/08/2020 ના રોજ, સત્તાવાર ફરજ દરમિયાન, અમને જાણવા મળ્યુ છે કે ટ્વિટર અને વ્હોટ્સએપ પર, હિન્દુ આર્મીના સુશીલ તિવારીને બદનામ કરવાના ઇરાદે. પ્રશાંત કનોજિયાએ લખ્યું છે કે, “કે ઓબીસી/એસસી / એસટી  માટે રામ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને બધાએ આના માટે અવાજ ઉઠાવવો જોઈયે.પ્રશાંત કનોજીયા વિરૂધ્ધ એમ માનવામાં આવ્યુ છે કે આવી પોસ્ટ શેર કરવાથી સમાજમાં દ્વેશની ભાવના ઉત્પન્ન થાય એમ છે.અને કાયદા અને વ્યવસ્થા ઉપર તેની  ખોટી અસર પડે એમ છે.કનૌજીયા ઉપર કમ્યુટર એક્ટ,ઈન્ફરમેશન ટેક્નોલોઝી એક્ટ 2000 ની કલમ 66 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અગાઉ પણ તેની ધરપકડ થઈ ચુકી છે.

વર્ષ 2019 માં પ્રશાંત કનોજિયા ઉપર યુ.પી. પોલીસે આદીત્યનાથની છબીને નુકશાન થાય એવી પોસ્ટ બદલ  ઉત્તર પ્રદેશ પોલીસે  તેના એક ટ્વીટ અને ફેસબુક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે સરકારને તેમને  છોડી દેવા જણાવ્યું હતું. આ એફ.આઇ.આર. તે સમયે લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. એ વીડીયોમા એક મહિલા યોગી આદીત્યનાથની ઓફિસ બહાર તેમની સાથે લગ્ન કરવાની વાત કરતી જોવા મળી રહી હતી.  

ફેસબુકે ભાજપની નારાજગીના ડરથી તેમના નેતા ઉપર કોઈ કાર્યવાહી ના કરી: રીપોર્ટ

ફેસબુક,ટ્વીટર પર પ્રગતીશીલ લોકો દ્વારા આ ધરપકડને ગેરવ્યાજબી જણાવવામાં આવી રહી છે, તેમનુ કહેવુ છે કે, રોજે રોજ કેટલાક લોકો જુઠી ખબરો, સાપ્રંદાયીક,અને જાતીવાદ સંબધીત પોસ્ટ કરતા હોય છે પણ તેમની કોઈ ધરપકડ નથી થઈ રહી.

 

 

Contribute Your Support by Sharing this News: