પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર
મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી શારીરીક શોષણ કર્યુ હોવાના ફરીયાદમાં આક્ષેપ

ગરવીતાકાત,બનાસકાંઠા: ધ બાંધીને તેણીની મરજી વિરૂધ્ધ વારંવાર બળાત્કાર ગુજારી અને શારીરીક શોષણ કરવામાં આવ્યુ હોવાની ફરીયાદ થરા પોલીસ મથકે યુવતીએ નોંધાવતા પોલીસે તેણીની ફરીયાદ આધારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદ્રા ગામના બે ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉપરોક્ત બનાવમાં ભાભર તાલુકાની મૂળ વતની અને હાલમાં દાંતીવાડા તાલુકાના એક ગામમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીને માણસાના લોદ્રા ગામના હીતેશજી ઠાકોર નામના ઈસમે પ્રેમસબંધ બાંધી અને અઢી માસ અગાઉ તેના મામાના ઘરે તેરવાડા મુકામે તેણીની આવેલ હતી ત્યારે હિતેશજી તેના કાકાના દિકરા જયંતીજીને સાથે લઈને તેરવાડા મુકામે મળવાના બહાને આવી તેણીની એકલતાનો લાભ લઈ મરજી વિરૂધ્ધ શારીરીક સુખ માણ્યુ હોવાની અને તેણીને લોદ્રા ગામે લઈ જવાના બહાને ઈકો ગાડીમાં બેસાડી અમદાવાદ એક હોટલમાં તથા અમદાવાદ બાપુનગર વિસ્તારમાં એક મકાનમાં રાખી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી તેની સાથે પતિ પÂત્ન તરીકે રહેવાનો તેણીની મરજી વિરૂધ્ધ મૈત્રી કરાર કરી સહીઓ કરાવી અને તેની મરજી વિરૂધ્ધ અવાર-નવાર બળાત્કાર ગુજારી ત્યારબાદ અમદાવાદથી તેના ઘરે લોદ્રા લઈ જઈ ત્યાં પણ દશેક દિવસ રાખી મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ યુવતીએ નોંધાવતા પોલીસે તેની ફરીયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.