જીલ્લામાં બેફામ વાહન ચાલકોની બેદરકારીના પગલે અનેક નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. હિંમતનગર તાલુકાના બામણા ગામે પાન પાર્લર આગળ રમતા બે માસુમ ભાઈ-બહેનને પીકઅપ ડાલાએ કચડતા પીકઅપ ડાલા અને નજીકમાં પડેલ બાઈક વચ્ચે બંને બાળકો દબાઈ જતા પિતા અને દાદીની નજર સમક્ષ ૪ વર્ષના વંશે દમ તોડી દીધો હતો. જ્યારે ૭ વર્ષીય ક્રિયાનું સારવાર દરમિયાન મોત નિપજતા વાતાવરણમાં ભારે કરુણતીકા સર્જાઈ હતી ગાંભોઇ પંથકમાં બે માસુમ ભૂલકા પીકઅપ ડાલાના ચાલકની ભૂલના પગલે બે ભુલકોએ જીવ ગુમાવવો પડતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી.બોલેરો જીપ ડાલુનો ચાલક અકસ્માત કરી ફરાર થઈ જતાં પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ગાંભોઇ-ભિલોડા રાજ્યધોરી માર્ગ પર આવેલા બામણા ગામે બસ સ્ટેશનની પાસે ઘર અને પાન-બીડીની દુકાન ધરાવતા કામીનભાઈ સોમાભાઈ મોઢ પટેલનો પુત્ર વંશ ઉં.વ. 4 બાલમંદિરમાં અને પુત્રી ક્રિપા ઉં.વ.7 ધોરણ ત્રીજામાં અભ્યાસ કરતા હતા. મંગળવારે બંને ભાઈ બહેન શાળામાંથી છુટયા બાદ બપોરે ૧૨ વાગ્યાના સુમારે ઘર આગળ પાન-બીડીની દુકાન પાસે એક ઝાડ નીચે રમતા હતા તે સમયે માર્ગ પરથી પુરઝડપે પસાર થતા બોલેરો ડાલુના ચાલકે ગફલતભરી રીતે હંકારી બંને માસુમ ભૂલકાઓ અને એક મોટર સાઇકલને અડફેટે લેતા કામીનભાઈનો પુત્ર વંશને ગળા-છાતીમાં ઈજા પહોંચતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

બીજા સાથે સમાચાર શેર કરો.