ગરવી તાકાત

ઠેર ઠેર બાઇકની ચોરીનું પ્રમાણ રોજે રોજ વધતુ જઈ રહ્યુ છે. આ દરમ્યાન જ મહેસાણા ના પોલીસ અધિક્ષક શ્રી રૂહી પાયલા  દ્વારા ચોરીના ભેદ ઉકેલવા માટે સુચના અપાઈ હતી આ દરમ્યાન જ મહેસાણા પોલીસને બાતમી મળતા  સિન્ધી સુલતાન હસમ(ડફેર) અને સિન્ધી સીંકદર હાજી(ડફેર) નામના ઈશમ ચોરીના બાઈક ઉપર બેચરાજી ત્રણ રસ્તા ઉપરથી નીકળવાનો છે. જેના આધારે મહેસાણા પોલીસે મહેસાણા થી બેચરાજી ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. 

આ પણ વાંચો – શિપિંગ મંત્રાલયે ૧ લાખથી વધુ ખલાસીગણ (ક્રૂ) માટે પરિવર્તનની પ્રક્રિયા ભારતીય બંદર અને ચાર્ટર્ડ ફ્લાઈટ્સ દ્વારા સુગમ બનાવી

પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબધી ગુનાઓને ઓછા કરવા અને અટકાવવાની કામગીરી અંતર્ગત આ  બાતમી સાચી હોવાથી પોલીસ સર્વેલન્સના સ્ટાફે આ બન્ને જણાની સ્થળ ઉપર હિરોના સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-02-BK -4669  સાથે ધરપકડ કરી લીધી હતી. અને આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ 379 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે,અને તેમને અગાઉ કેટલા વાહનો ચોર્યા છે તેની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.

Contribute Your Support by Sharing this News: