અમેરિકાના ચૅરિટીને લગતા કાયદાનો ભંગ કરવા બદલ ન્યુ યૉર્કના એક ન્યાયાધીશે દેશના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને ૨૦ લાખ ડૉલર (૧૪ કરોડ ૨૭ લાખ પાંચ હજાર રૂપિયા)નો દંડ ફટકાર્યો છે.
આ કેસ ચૅરિટી એથિક્સને લગતો છે અને દંડની રકમ કાયદેસર નૉન-પ્રૉફિટ સંસ્થાઓને ચૂકવવાનો ટ્રમ્પને આદેશ આપવામાં આવ્યો છે. આ સિવિલ કેસ ટ્રમ્પની એક ભૂતપૂર્વ ચૅરિટેબલ સંસ્થા અને સ્ટેટ ઍટર્ની જનરલ વચ્ચેનો છે.
આ કેસ ટ્રમ્પની હવે બંધ કરી દેવાયેલી ચૅરિટેબલ સંસ્થા ‘ધ ડોનલ્ડ જે. ટ્રમ્પ ફાઉન્ડેશન’ વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. ન્યુ યૉર્ક સ્ટેટ સુપ્રીમ કોર્ટનાં મહિલા જજ સાલિયન સ્કેરપુલાએ ટ્રમ્પની વિરુદ્ધમાં ફેંસલો સંભળાવ્યો છે.
ટ્રમ્પે કેસની કાર્યવાહી દરમ્યાન ગયા વર્ષે ટ્‌વીટ કરીને કહ્યું હતું કે હું આ કેસમાં સમાધાન નહીં કરું. એથી જજે જે નિર્ણય આપ્યો છે એ ટ્રમ્પને નહીં ગમે.

Contribute Your Support by Sharing this News: