થરાદ-વાવ હાઇવેપર ઢીમાં ત્રણ રસ્તા પર ભૂગર્ભ ગટર ઉભરાતાં રાહદારીઓ ત્રાહિમામ ..

ગમ્યું તો આગળ શેર કરો.
થરાદ-વાવ હાઇવેપર ઢીમાં ત્રણ રસ્તા પર ભૂગર્ભ ગટરઉભરાતા ઢીમાં ધામ જવા ના રસ્તો અને સ્કૂલ જવા ના રસ્તા પર જ પુષ્કળ પ્રમાણ ગન્દુ પાણી રેલાતાં રાહદારીઓ અને વાહનચાલકો તેમજ વેપારીઓ માં રોષ જવા મળ્યો હતો ભૂગર્ભ ગટર વ્યવસ્થા બોર્ડ ની ઘોર બેદરકારી બહાર આવી થરાદ માં કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલી ભૂગર્ભ માં કોઈ પગલાં લેવાતાં નથી થરાદ માં ગટરો ના મુદ્દે નાયબ કલેક્ટર ને લેખિત અને મૌખિક રજુઆતો રહીશો દ્વારા કરાઇ છે  .બાદ પણ ભૂગર્ભ ગટર વ્યવસ્થા બોર્ડ કોઈ કાર્યવાહી થઈ ન હતી આ ભૂગર્ભ ગટર નો પ્રશ્ન નગરપાલિકા માં ચર્ચાઓ પણ આ ભૂગર્ભ ગટર વ્યવસ્થા બોર્ડ  ના અધિકારીઓ કોઈ કાળે કાયમી નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી.આ થરાદ ના જાહેર માર્ગ પર ભુગર્ભ ગટરલાઇનનું પાણી વારંવાર ફરી વળતા બદબુના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.એટલું જ નહીં થરાદ શહેર હાઇવે પર અને મેઈન બજાર સ્કૂલો આગળ તેમજ રહેણાંક સોસાયટીઓ ની પણ મોટા ભાગ ની ભૂગર્ભ ગટર છાશ વારે ઉભરાય છે ભૂગર્ભ ગટર વ્યવસ્થા બોર્ડ ના અધિકારીઓ અને કોંન્ટ્રકટરો મસ્ત રાહદારીઓ અને વાહનચાલકો અને નગરજનો ત્રસ્ત હોય તેવું જણાઈ રહ્યું છે આ થરાદ-વાવ હાઇવેપર ઢીમાં ત્રણ રસ્તા પર ભૂગર્ભ ગટર નું ગન્દુ પાણી છેલ્લા કેટલાય સમય થી   રેલાતાં વાવ હાઇવેપર  દૂર સુધી પાણી નજરે પડે છે.તેથી હાઈવે પરઆજુબાજુના દુકાનદારો પણ ત્રાહિમામ પુકારી ગયા છે.
ગમ્યું તો આગળ શેર કરો.