અરવલ્લી જિલ્લા ના મુખ્ય મથક મોડાસા ખાતે આજ રોજ મોડાસા ધનસુરા બાયપાસ રોડ પર ટ્રક ના ડ્રાઈવર એ સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા ટ્રક ડીવાઈડર પર ચડી જતા ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી જોકે આ અકસ્માત માં કોઈ જાન હાની થઈ ના હતી મોડાસા થી નડિયાદ ધોરીમાર્ગ સતત ભાર વાહક વાહનોથી ધમધમી રહ્યો છે ભાર વાહક વાહન ચાલકો બેફામ ગતિએ હંકારતા સતત અકસ્માતનો ભોગ નાના વાહન ચાલકો અને રાહદારીઓ બની રહ્યા છે ભાર વાહનચાલકોની બેફિકરાઈ ભર્યા ડ્રાઇવિંગ અનેક લોકોનો ભોગ લીધો છે ત્યારે મોડાસા નજીક પૂર ઝડપે હંકારી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી ટ્રેલરની પલટી ખવડાવતા અફરાતફરી મચી હતી સદનસીબે ટ્રક ચાલક અને ક્લીનર ના શરીરે સામાન્ય ઈજાઓ પહોંચતા સદનસીબે જાનહાનિ ટડતા અકસ્માત ના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ટ્રક ટ્રેલર પલટી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા