ફૂડ એન્ડ સેફટી લાયસન્સ , માર્કા અને એક્પાયરી તારીખ વગરના વેચાણથી આરોગ્યને નુકસાનની ભીતિ 
અરવલ્લી – લગભગ ૮૦ દિવસથી કોરોના વાયરસની મહામારીમાં સમગ્ર દેશમાં એક ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને અંકુશમાં લેવા માટે ,સાવચેતી રાખવા અને સાવધાની દાખવી પ્રજાના હિત માટે  સરકાર તેમજ વહીવટી તંત્ર, આરોગ્ય કર્મીઓ અને સેવાભાવી સંસ્થાઓએ કોરોના વાયરસની જાગૃતિ લાવવા ભરપુર પ્રયાસ કરીને ફરજ અદા કરી .જેનાથી વિપરીત માનવજાતના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કમાવાની લાલચ ધરાવતા વેપારીઓએ ખાધ ખોરાકની ચીજવસ્તુઓનું પોતાના મનમાં આવે તેમ પેકિંગ કરી વેચી રહ્યા છે . સરકારના નિયમ અનુસાર  પેકેજીંગ વસ્તુઓ માટે ફૂડ એન્ડ સેફટી લાયસન્સ ,પેકેજીંગ માર્કો ,તેની ગુણવતા ,બનાવટની તારીખ અને એક્સપાયરી તારીખ વગેરે સૂચન માર્યા વગર વેચાણ કરવું કાયદેસર ગુનો બને છે આવા કપરા કોરોના વાયરસના ગંભીર સમયમાં અને ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્યને નુકસાન થાય તેવી શંકા અને બીક સતાવી રહી છે .શું જવાબદાર અધિકારીઓ આ બાબતને ગંભીરતા લઈને કોઈ કાર્યવાહી કરશે કે નહિ તે એક પ્રશ્ન ઉદભવ્યો છે ? ગુજરાતમાં દિનપ્રતિદિન દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે અનલોક ૧માં જેમ કોરોના વાયરસ મૃતપાય થઇ ગયો તેમ માનીને પ્રજા બિન્દાસ્ત માસ્ક વગર ,સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલીને ફરીથી મજા માણી  રહી છે .નાસ્તાની દુકાનો ,ચાની લારીઓ ,ફેરી કરતા પાણીપુરી વાળા ,નાસ્તા વાળા ,શાકભાજી વાળા,પાનગલ્લા વાળા ,ઠંડા પીણા ,કરીયાણા વાળા વગેરે તમામ દુકાનધારકોને ત્યાં નિયમોનું પાલન કરવામાં આવતું નથી તો શું વેપારીઓ પોતે જ કોરોનાને માત આપવાની શક્તિ ધરાવે છે કે અંકુશમાં લાવી શકે તેવું માની વેપાર કરી રહ્યા છે .આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ ,અધિકારીઓ,પોલીસ વિભાગ ના કર્મચારીઓ કે અધિકારીઓ  પણ હવે થાકીને નિયમોનું પાલન કરાવવાનું હોશીયામાં ધકેલીને નિરાંતે બેસી રહ્યા હોય તેવું સ્પષ્ઠ દેખાઈ આવે છે .જો પ્રજા સ્વયમ નિયમોનું પાલન કરવામાં કરકસર કરશે તો ભવિષ્યમાં મોટી ઉપાધિને આમત્રણ આપી દેશે તેવું લાગી રહ્યું છે.
Contribute Your Support by Sharing this News: