ગરવીતાકાત રાજકોટ: રાજકોટમાં ગઈ કાલે ભારે વરસાદ પડ્યા બાદ એક આખલાએ બે લોકોને બાનમાં લીધા હતા. આખલાને મસ્તી સુઝતા તેણે સાઈકલ ચલાવનારા એક આધેડને પછાડ્યા હતા. જો કે સાઈકલ ચલાવનારા વ્યક્તિને પણ આ વિશેની કંઈ ખબર પડે તે પહેલા આખલાએ તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલાથી ડઘાઈ ગયેલો સાઈકલ સવાર થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયો હતો અને આખલા સામે પ્રતિકાર નહોતો કર્યો. જો કે બાદમાં તેમણે ભાગવાની કોશિષ કરતા આખલાએ તેમને દિવાલ સાથે અથડાવ્યા હતા.

આ ઘટના બાદ બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. પણ આખલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થયા બાદ તેની રમુજવૃતિ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે રસ્તે રખડતા આખલાઓ અને ઢોરોનો દિન પ્રતિદિન આતંક વધી રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોને ભોગ બનવાનો વારો આવે છે

બીજા સાથે સમાચાર શેર કરો.