પાલનપુર તાલુકાની પ્રાથમિક શાળાઓના આચાર્યોની બદલી રોકવા ગ્રામજનો મેદાને 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૧૮)

જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પાસે પાલનપુર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોની બદલી રોકવા ગ્રામજનો દોડી આવ્યા હતા.

પાલનપુર તાલુકાના ગામોમાં એચ ટાટ પાસ આચાર્યો ની બદલી કરી અન્ય સ્થળોએ મોકલતા સ્થાનિક ગ્રામજનો માં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં પાલનપુર અને વડગામ  તાલુકાના સામઢી, ટાકરવાડા,મેપડા સાગ્રોસણા સહિત અન્ય ગામના ગ્રામજનો પણ જિલ્લા પંચાયત ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણને આવેદન પત્ર પાઠવી સરકારના આદેશ મુજબ જેટલા વિદ્યાર્થીઓ ની સંખ્યા હોવી જોઈએ એટલા વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં કરવા અને હાલમાં બદલી ન કરવા રજુઆત કરી હતી અને કોઈ પણ સંજોગો માં મુખ્ય શિક્ષકો સહિત આચાર્યો ની બદલી ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી. રજુઆત માટે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા.

તસ્વીર અહેવાલ  જયંતિ મેતિયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.