પુરુષ દિવસની ઉજવણી દ્રારા લૈંગિક સમાનતાનો પ્રયત્ન:
17 પુરુષોને એનાયત થયો TIMA

આપણે સૌ વર્ષોથી મહિલા દિવસ ઉજવતા આવ્યા છીએ.પરંતુ પુરુષ દિવસની ઉજવણી ક્યારેય કરાતી નથી. સ્ત્રીદાક્ષણ્ય દાખવનાર પુરુષોને પોંખવાનો ઉત્સવ એટલે 19 નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી.
આ દિવસે અમે “The Ideal Man Awards “ (T I M A – ટીમા) નું આયોજન કરેલ હતુ.
ગ્રીક શબ્દ ‘ ટીમા ’નો અર્થ થાય છે ‘ honor to god ‘- સદગૃહસ્થઓ નું સન્માન’!
ટીમા એવોર્ડસ એવા પુરૂષોને આપવામાં આવશે જે પુરુષો મહિલાઓનું સન્માન કરે છે, મહિલાઓની યોગ્યતાઓને બહાર લાવવા પ્રયત્નશીલ રહે છે, મહિલા સશક્તિકરણની હિમાયત કરે છે, દીકરીઓના જન્મને વધાવે છે, સમાજમાં લૈંગિક સમાનતા માટે કામ કરે છે, સ્ત્રી દાક્ષણય રાખે છે. એવા પુરુષોને ટીમા અવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા.

સમાજમાં નકારાત્મક કામો અને ગંદી હરકતો વડે મહિલાઓને હેરાન કરનારા ઘણા પુરુષો હશે અને એવી વૃત્તિ ધરાવતા પુરુષોનું સમાજ ખંડન પણ કરે છે.આ એવોર્ડ્સ દ્વારા સકારાત્મક મૂલ્યો ધરાવતા પુરુષોને બિરદાવીને સમાજમાં સમાનતા માટેની પ્રેરણા રૂપ પહેલ કરવા માં આવી રહી છે.

લિંગ સમાનતા એ ‘મહિલાઓનો મુદ્દો’ નથી પરંતુ અમુક પુરુષો પણ તેના સમર્થક છે. પુરુષો હંમેશાં મહિલાઓની ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. આજે કેટલાય પુરૂષો છે જેઓ ગૌરવપૂર્ણ નારીવાદીઓ છે પણ હજી લાંબી મંજીલ કાપવાની બાકી છે.
આપણે TIMA દ્વારા એક ન્યાયી અને સલામત સમાજ બનાવીશું. અમે TIMA દ્વારા કેટલાક એવા પુરુષોનો આભાર માનવા માંગીએ છીએ કે જેઓ આપણા કુટુંબ, વ્યાવસાયિક સંસ્થા અને સમાજમાં સકારાત્મક ભૂમિકા ભજવે છે. TIMA એવોર્ડ ની શરૂઆત ગત વર્ષ ઇન્ટરનેશનલ મેન્સ ડે પર 25 પુરુષો ને સન્માનિત કરીને કરવામાં આવી હતી.
આ વખતે વર્ષ 2020 માં અમને કુલ મળી ને 530 નામાંકન મળ્યા જેમાંથી 17 પુરૂષોને “ધ આઇડિયલ મેન એવોર્ડ્સ“ TIMA ” થી તારીખ 19મી નવેમ્બરે નવાજવામાં આવ્યા.

અવોર્ડ પ્રાપ્ત કરનારા મહાનુભાવો

 • મહિલા વિકાસના અનેક કાર્યક્રમોને નૈતિક તેમજ આર્થિક સહયોગ પૂરો પાડનાર હાર્ટ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી તથા ચેરમેન ડોક્ટર નીતિનભાઈ શાહ,
 • પોતાના અવિસ્મરણીય કાવ્યો-ગીતો દ્વારા નારી સન્માનની લાગણી વ્યક્ત કરતા રહેલા લોકપ્રિય કવિ  તુષાર શુક્લ,
  આગવી શૈલીમાં પોતાની કોલમ દ્વારા નારી સંવેદનાઓને અભિવ્યક્ત કરતા રહેલા જાણીતા લેખક ડો નિમિત્ત ઓઝા, વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલાઓને સન્માનિત કરતા રહેલા ક્વોલીટી માર્ક ટ્રસ્ટના  હેતલભાઈ ઠક્કર,
 • ગુરુકથાઓ દ્વારા સમાજમાં માન-સન્માન અને સમાનતાનો સંદેશો ફેલાવતા રહેલા આધ્યાત્મિક વક્તા મેડીટેશન એક્સપર્ટ તથા લાઈફ કોચ  મોહિતભાઈ કાચા,
 • પત્રકારત્વ દ્વારા મહિલાઓનુ સન્માન વધારનાર સિનિયર જર્નાલિસ્ટ  અમર આનંદ,
 • ક્ષણિક આવેગમાં આવીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર અનેક મહિલાઓને બચાવીને કાઉન્સેલિંગ કરી નવું જીવન, નવી આશાનો સંચાર કરનાર ટોક્સીકોલોજીસ્ટ ડોક્ટર તેજસ પ્રજાપતિ,
 • મહિલાઓને સેનેેટરી પેડ્સ ના ઉત્પાદન દ્વારા રોજી રોટી આપતા અને વિનામૂલ્ય વિતરણ કરતા મનોજભાઈ સોની,
 • અનેક સામાજીક પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા રહીને હજારો કન્યાઓના જીવનમાં શિક્ષણરૂપી ઉજાસ ફેલાવી તેમના કારકિર્દી ઘડતરમાં ઉપયોગી થયેલા પ્રિન્સિપાલ સંજયભાઇ રાવલ,
 • લોકડાઉન પછીના કપરા કાળમાં પોતાની પત્ની સાથે મળીને પ્રોજેક્ટ ‘દૈવત’ શરૂ કરી પચાસથી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડનાર પ્રફુલ્લભાઈ ઉપાધ્યાય,
 • સોથી વધુ મહિલાઓને અગ્નિ શમનની તાલીમ આપનાર વૈભવ શિતોલે,
 • પોતાની સાસુને માતા સમાન માની સેવા કરતા રહેલા કલ્પેશ શર્મા,
 • પરિવારની મહિલાઓને સફળ સિવિલ એન્જિનિયર બનવા પ્રોત્સાહન આપનાર એન્જિનિયર બ્રેનલ ખત્રી,
 • પત્નીને એમ.એ.,પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરવા પ્રેરિત કરી કોલેજ પ્રિન્સિપાલ સુધી પહોંચવામાં નિમિત્ત બનનાર  ભરતભાઈ દવે,
  બેટી બચાવો અને વિધવા સહાયના કાર્યમાં જોડાયેલા અલ્પેશભાઈ શાહ,
 • પોતાના પરિવારજનોની કન્યાઓને ઉછેરી, ભણાવીને સેટલ કરનાર કિરીટભાઈ પારેખ,
 • પરિવારની મહિલાઓના વ્યવસાયિક સાહસને આર્થિક સહયોગ આપનાર વૈજ્ઞાનિક વિલાસભાઈ જામીનદારનો સમાવેશ થાય છે.

19મી નવેમ્બરના રોજ “આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ“ની ઉજવણીના ભાગ રૂપે ‘ટીમા એવોર્ડ’નુ આયોજન ટી.વી.ફિલ્મ મેકર, લેખિકા અને ઇન્ટરવ્યુઅર મનીષા શર્મા તથા સરસ્વતીચંદ્ર આચાર્યએ કર્યું.

આ પ્રસંગે ‘સેવા’ સંસ્થાના ડાયરેક્ટર શ્રીમતી રીમા નાણાવટીએ મુખ્ય વક્તવ્ય આપ્યું.
લેખિકા વર્ષા અડાલજાએ સ્ત્રી પુરૂષ સમાનતાનો સુંદર સંદેશ આપ્યો.
રિટાયાર્ડ આઇ.એસ.એ. આર. એન.જોષી, પદ્મશ્રી વિષ્ણુ પંડયા અને ખ્યાત નામ કવિ  ભાગ્યેશ ઝા શુભેચ્છક તરીકે જોડાયા.
આ કાર્યક્રમ માં અમિષ ફાઉન્ડેશનના શરીફ મેમન, વિહંગ એડ કોનના કામેન્દુ જોષીનો સહયોગ સાંપડ્યો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.