ભાભરમાં યુવાનને ટીકટોક પર ફેમસ થવા વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો

ગમ્યું તો આગળ શેર કરો.

મોબાઇલ પર વાત કરવા ઊભા રહેલા દંપતીનો વીડિયો બનાવી વાઈરલ કરી દેતા ફરિયાદ બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એક યુવાનને ટીકટોકમાં ફેમસ થવા માટે વીડિયો વાયરલ કરવો ભારે પડી ગયો છે. મોબાઇલ પર વાત કરવા ઉભેલા દંપતીનો વીડિયો બનાવી વાઈરલ કરી દેતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

આજના આધુનિક યુગમાં યુવાધન મોટાભાગે સોશીયલ મિડીયામા સમય વેડફતુ જોવા મળે છે. તેમા ટીકટોક નામની એપ તો યુવાધનના માથે અેવુ તો ઘેલુ લગાડી દીધુ છે કે યુવાનો અને યુવતીઅો પોતાનો મોટાભાગનો સમય આ એપમા આપી અને અવનવા વિડીયો બનાવી વાયરલ કરી ફેમસ થવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ટીકટોકમાં ફેમસ થવા એક યુવાને વીડિયો વાયરલ કર્યો હતો. જે તેને ભારે પડી ગયો છે. બનાવ મામલે પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એક યુવાને ટીકટોકમા ફેમસ થવા મોબાઇલ પર વાત કરવા ઊભા રહેલા દંપતીનો વીડિયો બનાવી વાઈરલ કરી દીધો હતો ત્યારબાદ જેમનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો તે દંપતિને જાણ થતાં તેઓએ પોલીસ મથકે વીડિયો વાયરલ કરનાર ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં સમાજમાં બદનામ કરવાના ઇરાદે ઉપરોક્ત વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતાં ઉપરોક્ત યુવક કે જેણે વીડિયો વાયરલ કરેલ છે તે મુસીબતમાં મુકાયો છે. ત્યારે આજના યુવાધનને ઉપરોકત લાલબત્તી સમાન કિસ્સા પરથી શીખ લેવી જોઈએ કે સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ કે પોસ્ટ વાયરલ કરતા પહેલા તેની સાચા ખોટાની ચકાસણી કરી લેવી જોઇએ. નહીતર હવે સોશીયલ મીડીયામા ખોટી પોસ્ટ વાયરલ કરનારાઓ પર પણ સાયબર સેલની તટસ્થ નજર હોવાથી આવા મેસેજ કરનારા લોકો સામે કડકમા કડક કાર્યવાહી થઇ શકે છે.

અહેવાલ : જયંતિ મેતિયા

ગમ્યું તો આગળ શેર કરો.