ઉંઝા ખાતે રવિવારે એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં બનશે ત્રણ રેકોર્ડ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,ઊંઝા(તારીખ:૧૩)

ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પડઘમ વાગી રહ્યા છે. કડવા પાટીદારો માં ઉમિયાના દિવ્ય અવસરને વધાવવા દિન પ્રતિદિન ઉત્સાહિત બની રહ્યાં છે. છેલ્લા ઘણા દિવસથી લક્ષચંડી મહાયજ્ઞને લઇ વિવિધ ધાર્મિક પ્રસંગો પણ યોજાઇ રહ્યા છે. જેમાં ‘માં નું તેડું’ કંકોત્રીના ઠેર ઠેર વધામણાં, જવારા યાત્રા, રાજકોટમાં ભવ્ય બાઇક રેલી, ભોજનશાળા (અન્નપૂર્ણા) માં ચુલ્હા ચારીની ભવ્ય પુજાવિધિ એમ રોજે રોજ કંઇક ને કંઇક ઉત્સવ ઉજવાઇ રહ્યા છે.માઁ ઉમિયાનો દિવ્ય અવસર ઉંઝાના આંગણે આવ્યો છે જેના માટે ભવ્યાતિભવ્ય આયોજનો થયાં છે. જેમાના ઘણા આયોજનો કાર્યક્રમો રેકોર્ડ રચશે.લક્ષચંડી મહાયજ્ઞમાં કાર્યરત સાંસ્કૃતિક કમિટિ દ્વારા એશિયા બુક ઓફ રેકોર્ડ તેમજ ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં અલગ અલગ ત્રણ રેકોર્ડ આગામી રવિવારે નોંધાશે.આગામી ૧પ ડીસેમ્બરને રવિવારના રોજ ઉંઝા ખાતે ત્રણ રેકોર્ડ રચાશે જેમાં પ૦૦૦ થી વધુ બહેનો એકી સાથે લક્ષચંડી મહાયજ્ઞનો લોગો (સિમ્બોલ)ની મહેંદી મુકશે તો ૧પ૦૦૦ થી વધારે બિયારણ ભરેલા ફુગ્ગા (સિડમ બોમ્બ) એક સામટા આકાશમાં છોડવામાં આવશે. આ સાથે જ પ૦૦૦ થી વધારે લોકો એકી સાથે મા ઉમિયાનો જય જયકાર કરીને આસ્થાની અભિવ્યકિત પ્રગટ કરશે ભવ્ય આયોજનને સફળ બનાવવા કાર્યકર્તાઓની મોટી ટીમ કાર્યરત બની છે.પાટીદાર ધારાસભ્યો ર્માં ઉમિયાના ધામમાં.; સહ પરિવાર દર્શન કર્યાલક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને માણવા પાટીદારોનો પ્રવાહ ઉંઝા તરફ વહી રહ્યો છે. મહોત્સવને આડે માત્ર ત્રણ દિવસ બાકી હોય ભકતો ઉંઝા ઉમિયા માતાના મંદિરે પધારી રહ્યા છે. કડવા પાટીદાર ઉપરાંત સર્વ સમાજના લોકો દર્શનાર્થે ઉમટી પડશે. ત્યારે તાજેતરમાં વિધાનસભા ગૃહ સમાપ્ત થયા બાદ પાટીદાર ધારાસભ્યો પણ માં ઉમિયાના ધામમાં પહોચ્યા હતા.પાટીદાર ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા તેમજ કિરીટ પટેલે સહ પરિવાર પધારી માં ઉમિયાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
ગમ્યું તો આગળ શેર કરો.